- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોંશભેર ચૂકવી રહ્યા છે વતન ઋણ
ગુજરાતમાં હાલ ચોમેર વિકાસનો વાવેતર થઈ રહ્યું હોય તેવો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે વતનની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બ્રેક 57000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું.દરમિયાન આવતીકાલથી ફરી પીએમ બે દિવસ માટે માદરે વતનના પ્રવાસે આવી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થયા પછી પ્રથમવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાનને આવકારવા માટે સૌરાષ્ટ્રની જનતા લમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
રામ જન્મભૂમિ બાદ હવે કૃષ્ણ નગરીમાં પણ વડાપ્રધાન વિકાસનું વાવેતર કરશે.દ્રારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી એક નવા અધ્યાયનો આરંભ કરવા જઈ રહ્યા છે. આટલું જ નહીં સૌરાષ્ટ્રવાસીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ એવી એઇમ્સનું પણ પ્રજા સમર્પણની સુવર્ણ ઘડી આવી પહોંચી છે. ગઈકાલે પીએમએ એવું સંબોધન કર્યું હતું કે જ્યાંથી બીજાની આશાઓ પૂર્ણ થાય છે ત્યાંથી મોદીની ગેરંટી શરૂ થાય છે.આ શબ્દો ખરેખર સાચા અને સચોટ છે કારણકે અનેક પેઢીઓ રામ મંદિરની આશમાં જતી રહી જ્યારે વર્તમાન પેઢીને પણ એવો વિશ્વાસ ન હતો કે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે
આ કામ મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં પૂર્ણ કરાવ્યું.ગુજરાતની જમીન પરથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર નરેન્દ્રભાઈ મોદી માદરે વતનનું ઋણ ચૂકવવામાં કોઈ જ કચાશ રાખી રહ્યા નથી. તેઓએ પોતાના વડાપ્રધાન તરીકેને કાર્યકાળમાં ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ આપી છે ગુજરાતની પ્રથમ એઈમ્સનું તેઓ રવિવારે રાજકોટ ખાતેથી લોકાર્પણ કરશે અને રાજકોટનું પણ ઋણ ચૂકવવાનો પ્રયાસ કરશે હાલ ગુજરાતમાં ચોમેર માત્ર એક જ શબ્દ સંભળાય રહ્યો છે અને તે છે માત્ર વિકાસ ગુજરાતને રોલ મોડલ પીએમ દેશનો વિકાસ કરી રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર ભાઈ પોતાના હોમ સ્ટેટને આબજો રૂપિયાની વિકાસલક્ષી ભેટ સોગાદ આપી રહ્યા છે.