ઔદ્યોગિક એકમો અને સીએનજી પંપમાં ૧૦૦ થી વધુ રોપા વાવવામાં આવ્યા
મોરબીમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ મહોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ગુજરાત ગેસ લિમિટેડની મોરબી મુખ્ય ઓફિસ પર લગભગ ૧૦૦ થી વધારે છોડ વાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કંપનીના ઓદ્યોગિક ગ્રાહકના એકમના પ્રાંગણ માં, વેર હાઉસ અને સીએનજી પંપ પર પણ વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કંપની દ્વારા તેમના દરેક કર્મચારી દીઠ એક એક છોડ નો રોપો વહેંચવામાં આવ્યો હતો. જે દરેક કર્મચારી ઘર ની આજુ બાજુ માં યોગ્ય જગ્યા એ ઉછેરી શકે. પર્યાવરણ ને લગતા આ મહત્વના દિવસે મોરબીના જાણીતા સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ ચંદ્રકાન્તભાઈ આશરની હાજરીથી કાર્યક્રમમાં ગજબની ઉર્જા જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ગેસના ઝોનલ હેડ મનીષ ધ્રુવ અને સંપૂર્ણ ટીમની હાજરી જોવા મળી હતી.
ગુજરાત ગેસ લિમિટેડ, મોરબી અને આજુ બાજુ ના વિસ્તાર માં ૮૫૦ થી વધારે સીરામીક એકમો ને તથા ૧૩૦૦૦ થી વધારે ઘરો માં અવિરતપણે પાઈપલાઈન દ્વારા ગેસ પૂરો પાડી, મોરબી તથા આજુ બાજુ ના વિસ્તાર માં પર્યાવરણની જાળવણી કરવામાં તથા વાયુ પ્રદુષણને નિયંત્રણ માં રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.