અબતક, રાજકોટ :
રાજકોટની સમરસ હોસ્પિટલમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી ચરણસિંહની આગેવાનીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ તમામ નર્સિંગ સ્ટાફને તુલસીના રોપાનું વિતરણ પણ કરાયું હતું.
પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કાર્યક્રમ : તમામ નર્સિંગ સ્ટાફને તુલસીના રોપા અપાયા
કોરોનાકાળમાં હજારો દર્દીઓને નવજીવન આપનાર રાજકોટ શહેરની સમરસ હોસ્પિટલમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા.
આ વેળાએ ઉપસ્થિત નર્સિંગ સ્ટાફને તુલસીના રોપાની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, વીરેન્દ્ર દેસાઈ, ડો. મેહુલ પરમાર, ડો. પીપળીયા, ડો. ભૂંડિયા, મધુકર પંડ્યા, હરેશ ચાવડા, મેટ્રોન સંગીતા ડેવિડસન, જય રાજાવઢા, રવિરાજસિંહ, સાધુવીરસિંહ, કર્મરાજસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.