ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે
આગામી ૧૭મી સપ્ટેમબરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ આવતો હોવાથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સાત દિવસ અલગ અલગ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ સાત દિવસના કાર્યક્રમમા દરેક જીલ્લા દરેક ગામને આવરી લેવામાં આવ્યા છે. વૃક્ષારોપણ, દિવ્યાંગોને આવશે. જેની શરૂઆત આજે વૃક્ષારોપણના કાર્યક્રમથી કરવામા આવી હતી.
અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ ‘અબતક’ મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૧૭ તારીખે આવે છે તે નીમીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ભારતમા દરેક મંડળ અને જીલ્લા લેવલે કાર્યક્રમ કરવાના હોય ત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમા ૭૦ જેટલા વૃક્ષો, વાવવામા આવશે આ સાત દિવસમા વૃક્ષારોપણ, દિવ્યાંગો, બેરા મુંગા માટે ભોજન જેવા કાર્યક્રમો સાત દિવસ ચાલશે. આજે રાજકોટ બેડી માકેંટીંગ યાર્ડ ઉપરાંત દરેક ગામમા વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલી રહ્યા છે.