- 200થી વધુ મિયાંવાંકી જંગલ વસાવ્યા: વૃક્ષ વાવેતર અને જતન માટે 450 ટ્રેકટર, 450 ટ્રેન્કર સાથે 1600 માણસોનો સ્ટાફ
સદભાવના વૃદ્ધાશ્રમનું ભારતને ગ્રીન બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધી સમગ્રગુજરાતમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષોમાં સમગ્ર સમગ્ર ભારતમાં151 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ભારત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં 30,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વરૂપે કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. સદભાવના વૃધ્ધાશ્રમનું ’ધ ગ્રીન મૈન’ તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બંનેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે.સંસ્થા હાલ 450 ટ્રેકટર, 450 ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી 1600 લોકોનો પગારદાર સ્ટાફ દ્વારા સંસ્થા આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત બાવન કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજય સરકારે ’ધ ગ્રીન મેન’ વિજયભાઈ ડોબરીયાનું ’વન પંડીત’ એવોર્ડથી સન્માન પણ કર્યુ હતું. ગુજરાતનાં જુદા જુદા રાજ્યોમાં અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવ્યા બાદ હવે સદભાવનાવૃધ્ધાશ્રમ તરફથી રાજકોટને જોડતા હાઈ-વે પર વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરાઇ ચૂક્યું છે.
ગામડાઓમાં 11હજાર વૃક્ષોનું વાવેતરનું કામ ચાલુંછે. પાટણ શહેર તથા ગામડાઓમાં વૃક્ષોનું વાવેતરનું કામ ચાલું છે, રાજકોટથી અમદાવાદ હાઈવે પર વૃક્ષોનું વાવેતરનું કામ ચાલું છે. ગાંધીનગર જીલ્લામાં પણ વૃક્ષોનું વાવેતરનું કામ ચાલું છે. ભરૂચજીલ્લા તથા ગામડાઓમાં વૃક્ષોનું વાવેતરનું કામ ચાલું છે. જુનાગઢ જીલ્લા તથા ગામડાઓમા ંવૃક્ષોનું વાવેતરનું કામ ચાલું છે. વડોદરા જીલ્લા તથા ગામડાઓમાં 50હજાર વૃક્ષોનું વાવેતરનું કામ ચાલું છે. વલસાડ શહેરમાં વૃક્ષોનું વાવેતરનું કામ ચાલું છે. સુરત થી નવસારી હાઈવે પર વૃક્ષોનું વાવેતરનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. સુરતથી બારડોલી હાઈવે પર વૃક્ષોનું વાવેતરનુંકામકાજ પૂર્ણ થઈ ગયું છે.ગુજરાત રાજય સિવાય ઉતરપ્રદેશ અયોધ્યામાં કામ પૂર્ણ કરેલ છે. અને ભવિષ્યમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કામ શરૂ કરવામાં આવશે.
શહેરોમાં જ જંગલોનું નિર્માણ કરવાની મિયાવાકી પદ્ધતિ જાપાનનાં વૈજ્ઞાનિક અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે. જાપાનમાં જમીન ખૂબ ઓછી હોવાથી જંગલ ઉછેરની આ પદ્ધતિ તેમણે વિકસાવી હતી જેનું અનુકરણ આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. આ પદ્ધતિનો ઉદ્દેશ્ય ઓછી જમીનમાં,ઓછા પાણીથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી જંગલોનું નિર્માણ કરવા માટે વૃક્ષને છુટાછવાયા વાવવાને બદલે દોઢથી બે ફૂટના અંતરે ઝાડ વાવવામાં આવે છે. ઓછામાં ઓછી 4સ3 મીટર જગ્યામાં આ થઈ શકે છે. આ પદ્ધતિથી વાવેલા વૃક્ષો બીજા વૃક્ષો કરતા 30 ગણા ઘાટા થાય છે અને 10 ગણા ઝડપી વધે છે. તેને ફકત ઉપરથી સૂર્ય પ્રકાશ મળવો જોઈએ અને 3 વર્ષ માટે નીચે મૂળમાં પાણી મળવું જોઈએ. આ રીતે પર્યાવરણને, પશુ-પક્ષીને તથા તમામ જીવસૃષ્ટિને ઉપયોગી એવું ફળ, ફૂલ અને ઓકિસજન પાર્ક જેવું બની જાય છે. મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવ્યા પછી એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ, જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે ત્યારબાદ બે થી ત્રણ વર્ષ સુધી પાણી આપતા રહેવું પડે છે. તે દરમિયાન ઉગી નીકળેલા નકામાં ઘાસને કાઢી નાખવામાં આવે છે જેથી વૃક્ષોનાં વિકાસમાં અવરોધ પેદા ન થાય. જેમ-જેમ જંગલ વધતું જાય છે તેમ-તેમ સુર્યપ્રકાશ રોકાતો જાય છે. અંતે જંગલ એટલું ઘટ્ટ બની જાય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકતો નથી અને નકામું ઘાસ ઉગવાનું બંધ થઇ જાય છે. આ સ્તરે જંગલ પાણીનાં દરેક ટીપાનું સંરક્ષણ કરે છે અને તેને વરાળ બનીને વાતાવરણમાં ભળતા અટકાવે છે તથા ભેજવાળી હવાનું સંઘનન કરીને ભેજ પાછો મેળવે છે. ધીરે-ધીરે આ વૃક્ષોને પાણી આપવાનું ઓછુ કરીને અંતે બંધ કરી દેવામાં આવે છે. પાણી વગર પણ જંગલનું તળિયું ભેજવાળું રહે છે.
તો તે આટલી જલ્દી વધી શકતા નથી. આમ આ જંગલનાં વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં 100 વર્ષે બનતું જંગલ 10 વર્ષમાં તૈયાર થઇ જાય છે. વર્તમાન સમયમાં રાજકોટનાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં ખૂબ સારું કાર્ય કરી રહયું છે જેમાં સાથે દાતા પરીવારોનો સહયોગ અને સદભાવના વૃધ્ધાશ્રમ સ્ટાફ મિત્રોનો સહયોગ રહ્યો છે. રાજકોટ, જામનગર, મોરબી રોડ, ભાવનગર રોડ, પાલીતાણા સુધી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વવાયેલા અઢળક વૃક્ષો તેમજ 200 જેટલાં મિયાવાકી જંગલો જોવા મળે છે.
- સમગ્ર આયોજન અંગે નિવૃત ફોરેસ્ટ ઓફિસર ચુનીભાઈ વરસાણીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે.
- 71 પરિવારોના ઘર આંગણે વૃક્ષો ઉછેર્યા: વિજયભાઇ ડોબરીયા
આ અભિયાનનાં સુત્રધાર વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં અમે 71 હજાર પરીવારોનાં ઘર આંગણે વૃક્ષો ઉછેર્યા છે. જેમાં 2 લાખ જેટલા વૃક્ષો વવાય ચુક્યા છે અને તેનું જતન પણ થઇ ચુક્યું છે. જામનગર શહેરમાં પણ વૃક્ષારોપણનું કામ આગળ વધાર્યું છે. સુરતમાં પણ 60 હજાર વૃક્ષો વવાય ચુક્યા છે અને તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. લોખંડના પીજરા સામે વૃક્ષોનું સલામત રીતે આરોપણ કરવામાં આવ્યા બાદ આખુ વર્ષ ટેન્કર ભાડે રાખી તેને પાણી પીવડાવવામાં આવે છે. કોઈ કારણથી રોપાને નુકસાન થયું હોય તેની જગ્યાએ બીજા રોપાનું
વાવેતર કાર્યકરો કરી આપે છે.પડધરી તાલુકાની તમામ સરકારી ખરાબાની જમીન અને જાહેર સ્થળોએ 2 લાખ 87 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે એક સમયે અહીં ગાંડા બાવળ ઉભા હતા, પરંતુ આજે હરીયાળા વૃક્ષો કતારબંધ જોવા મળે છે. લીલાછમ વૃક્ષોથી શોભતા માર્ગો જેમ શહેરની અલગ ઓળખ ઉભી કરી રહ્યાં છે તેમ સૌરાષ્ટ્રને જોડતા હાઈવે પણ હરીયાળી થકી કાઠીયાવાડની પ્રાકૃતિક શોભામાં વધારો કરશે.