એવા ઘણા છોડ છે જેના વિશે માન્યતા છે કે, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જ એક છોડ “મની પ્લાન્ટ” છે. તેમજ અન્ય છોડની તુલનામાં આ વધુ પડતો ઘર અને ઓફિસમાં જોવા મળે છે. ત્યારે મની પ્લાન્ટને ‘પૈસા વાળો છોડ’ પણ કહેવામાં આવે છે. આ સાથે મની પ્લાન્ટમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. મની પ્લાન્ટ એક વેલ છે જે ખૂબ જ સુંદર હોય છે. તેમજ મની પ્લાન્ટ જમીન અને પાણી બને જગ્યાએ સરળતાથી લગાવી શકાય છે. લીલી વેલ મની પ્લાન્ટ સુખ સમૃદ્ધિનો આધાર માનવામાં આવે છે.
કુંડામાં માટી સાથે કોકોપીટ મિક્સ કરીને ખાતર તૈયાર કર્યા પછી મની પ્લાન્ટ કાપીને તેમાં લગાવી દો. તે દરમિયાન પાંદડા વાળો ભાગ માટીની ઉપર હોવો જોઈએ. માત્ર માટી ભીની રહે એટલા માટે તેમાં રોજ પાણી રેડો. તેમજ તેને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો તડકો ન આવે.
મની પ્લાન્ટને પાણીમાં લગાવવા માટે 2થી 3 નોડ વાળી કટીંગ લેવી યોગ્ય રહે છે. જે પણ વાસણમાં તેને લગાવવું હોય તેમાં માત્ર એટલું જ પાણી ભરો, જેથી તેનો માત્ર નીચેનો ભાગ જ ડૂબેલો રહી શકે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તે નકારાત્મકતાને દૂર કરે છે. આ ઉપરાંત તે ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આથી તેને ઘરમાં રાખવાથી ધનની વૃદ્ધિની આશા રાખવામાં આવે છે.
મની પ્લાન્ટને પૂજા સ્થળે પણ રાખવામાં આવે છે, જેથી ભક્તિ અને સમર્પણ સાથે તેની શક્તિને વધારી શકાય. આ ઉપરાંત તે ઓફિસ અને કામના વાતાવરણને પણ ઠંડું રાખે છે.