150 કરોડના ખર્ચે કોસ્ટિક રિકવરી અને રીયુઝ તેમજ શુદ્ધિકરણ માટેનાં પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે
જેતપુરનો રંગબેરંગી કોટન સાડી ઉદ્યોગનું હબ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ત્યારે ભારતવર્ષમાં કલર કેમિકલયુક્ત લાલ પાણી ખુલ્લાં જળાશયોમાં ભળતું હોય જેનાં કારણે પ્રદૂષણ મામલે પણ એટલું જ વગોવાયેલું હતું.અત્રેના ભાદરના સામાકાંઠા ઉપર આવેલ ભાદર નદીમાં વર્ષો પહેલાં બનાવવામાં આવેલ સીઈપીટી પ્લાન્ટમાં પમ્પિંગ સ્ટેશનમાં ડાંઇગ એસો.ની બનાવવામાં આવેલ ગટરોમાં કારખાનાઓનું કલરયુક્ત પાણી તેમજ નગરપાલિકાનું સુએજનું પાણી એક જ જગ્યાએ એકત્રિત થઈને શુદ્ધિકરણ કરવામાં આવતું હતું.
રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી)તથા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ(જીપીસીબી)ની ગાઇડ લાઇનનાં આદેશ પ્રમાણે ડાંઇગ એસો પૂરા શહેરની ગટરો બંધ કરવાના અનુસંધાને ડાઇંગ એસોસિયેશનમાં આવતાં તમામ સાડીનાં એકમોમાંથી નીકળતું કલર કેમિકલયુક્ત પાણી ગટરોમાં બંધ કરી તોડી નાખવામાં આવેલ હતી. જે પાણી ટેન્કરો દ્વારા ચાર અલગ અલગ ઝોનમાં સંપમાં પહોંચાડવાનું ફરજિયાત કરાવેલ જેથી જેતપુર શહેરમાં છાશવારે બનતાં પ્રદૂષણના પ્રશ્ન પણ ક્લસ્ટર આધારિત પ્લાન ના કારણે નહિવત બનશેજેતપુર એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા ના વડપણ હેઠળ સામાકાંઠા વિસ્તારમાં કોસ્ટિક રિકવરી અને રિયુઝ માટે એક્વેરિયસ ઇંરજ્ઞ ડાયનેમિક્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની પ્રતિષ્ઠિત કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
આ પ્લાન્ટ 1000 કિલો લિટર ક્ષમતા નો છે જે વિશ્વનો સૌથી સામૂહિક પ્લાન્ટ તેમજ ભારતનો પ્રથમ પ્લાન્ટ જેતપુરમાં સ્થાપવામાં આવ્યો છે અને જેનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આ મહિનાના અંતમાં ચાલુ થઈ જશે. કુલ 150 કરોડના પ્રોજેક્ટમાં 10 વર્ષ ચાલવાની કામગીરી અને જાળવણી તેમજ કોસ્ટિક સુધીકરણ અને કંસનટ્રેશન માટેનો ખર્ચ કંપનીને આપવામાં આવેલ છે. જેમાં જેતપુરનાં સાડી ઉદ્યોગના તમામ એકમનું પાણી એક જ જગ્યા પર એકઠું કરી જેમાં પર્યાવરણ પરની અસર ઘટાડવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીઝ માટે કોસ્ટિકની તકનીક શોધી કોસ્ટિક સુધીકરણ સાથે ગંદા પાણીના પુન ઉપયોગનાં પ્લાન્ટનું યુદ્ધના ધોરણે કામગીરી હાલ પૂર્ણતના આરે છે.
આ પ્લાનટ ચાલુ થયા બાદ જેતપુર ઔદ્યોગિક વિસ્તાર પ્રદૂષણ મુક્ત થશે અને નવા ઉદ્યોગો આવશે અને વૈશ્વિક મોરચે કોટન અને પ્રિન્ટિંગ ટેક્સટાઇલ માર્કેટમાં એક નવી આશા તેમજ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડશે જેડીપીએ ક્લસ્ટર આધારિત ઉદ્યોગ માટે નવતર ઉકેલ સાથે એક માર્ગ નું ઉદાહરણ વૈશ્વિક સ્તરે દાખલો બેસાડ છે. જેતપુર શહેરનો વર્ષો જૂનો ભાદર નદી પ્રદૂષણ કરવાનો પ્રશ્ન હાલ ભૂતકાળ બની રહેશે તેવું પ્રતિત થઈ રહ્યું છે.