Abtak Media Google News

ચોમાસાની ઋતુ દરેકને ગમે છે. જૂનના મધ્યથી શરૂ કરીને સપ્ટેમ્બર સુધી આ સિઝનનો ઝરમર વરસાદ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. કેટલાક લોકો ચોમાસા દરમિયાન લાંબા પ્રવાસનું આયોજન પણ કરે છે. પણ આ સિઝનમાં મુસાફરી કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. વરસાદની ઋતુમાં અમુક સ્થળોએ મુસાફરી કરવી એ થોડું જોખમ તો છે જ પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું પણ જોખમ રહેલું છે. તેથી જાણો કે વરસાદની મોસમમાં મુસાફરી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

ચોમાસામાં ફરવા જવાનો પ્લાન કેવી રીતે બનાવવો?

ચોમાસાની ઋતુમાં મુસાફરી કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

How to make a travel plan in monsoon?

કોઈપણ પ્રવાસ માટે યોગ્ય પ્લાન સૌથી જરૂરી છે. ક્યાં જવું, કેવી રીતે જવું અને ક્યાં રહેવું વગેરે પ્રશ્નો અંગે કોઈપણ પ્રકારની શંકા ન હોવી જોઈએ. વરસાદની મોસમમાં આ જવાબદારી વધુ વધી જાય છે. આવા હવામાનમાં ઊંચા પહાડી વિસ્તારોમાં જવાનું બંધ કરવું જોઈએ. કારણ કે વરસાદની મોસમમાં પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની સમસ્યા જોવા મળે છે. આ સિઝનમાં આવા સ્થળની મુલાકાત જોખમી બની શકે છે. આ ઉપરાંત વરસાદની ઋતુમાં જંગલ વિસ્તારો અને જંગલોમાં ફરવા ન જવું જોઈએ. કારણ કે વરસાદને કારણે સાપ અને વીંછી જેવા ઝેરી વન્ય જીવો બહાર આવે છે જે ખતરનાક બની શકે છે.

આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો.

હવામાન અપડેટ

How to make a travel plan in monsoon?

ચોમાસાની ઋતુ દરમિયાન મુસાફરી કરતી વખતે તમે જે સ્થળ પર ફરવા જવાનું વિચારી રહ્યા છો. તેના હવામાનની આગાહી વિશે પોતાને અપડેટ રાખો. કારણ કે ભારતના ઘણા ભાગોમાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદનો અનુભવ થાય છે. તેથી, મુસાફરીની તારીખ પહેલા અને પછીના દિવસોનું હવામાન તપાસો.

આ માટે તમે આધુનિક ટેક્નોલોજીની મદદ પણ લઈ શકો છો. ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્સ રહેલી છે. જે હવામાનની સચોટ આગાહી આપે છે. આ એપ્સની મદદથી વરસાદની આગાહી, ક્લાઉડ કવરેજ, પવન, લાઈવ રડાર, એર ક્વોલિટી ઈન્ડેક્સ, સ્નોફોલ અને યુવી ઈન્ડેક્સ વિશેની માહિતી મળે છે. જો તમને અગાઉથી ખબર હોય કે કોઈ ચોક્કસ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. તો તમે તે જગ્યાએ જવાનું બંધ રાખી શકો છો.

ગરમ કપડાં સાથે રાખો

How to make a travel plan in monsoon?

ચોમાસાની ઋતુમાં ટ્રીપ પર જતા પહેલા પેકિંગમાં ધ્યાન રાખવું જરૂરી છે. મુસાફરી કરતી વખતે વધુ પડતો સામાન પેક ન કરો. પણ તમામ જરૂરી વસ્તુઓ સાથે રાખવાનું ભૂલતા નહીં. હળવા અને સુકાવા માટે સરળ કપડાં પેક કરો. જીન્સ અને હેવી કોટન સાથે ન રાખો.

મુસાફરી કરતી વખતે તમારી કીમતી વસ્તુઓ જેમ કે આઈપેડ વગેરેને પાણીથી બચાવવા માટે વોટરપ્રૂફ બેગનો ઉપયોગ કરો. આ સિવાય તમારી જાતને વરસાદથી બચાવવા માટે છત્રી અને રેઈનકોટ જેવી વસ્તુઓ સાથે રાખો. કેમેરા અથવા સ્માર્ટફોન જેવા ગેજેટ્સને વરસાદથી બચાવવા માટે વોટરપ્રૂફ કવર રાખો. ચોમાસામાં મુસાફરી કરતી વખતે આરામદાયક વોટરપ્રૂફ શૂઝ સાથે રાખવું વધુ સારું છે.

સ્થળનું સંશોધન કરો

જો તમે કોઈ નવી જગ્યાએ જઈ રહ્યા છો તો તેના વિશે સંપૂર્ણ સંશોધન કરો. ચોમાસા દરમિયાન ઘણી વખત ભારે વરસાદને કારણે રસ્તાઓ અને માર્ગો બંધ થઈ જાય છે. જો તમે અટવાઈ જાઓ છો. તો તમારા ફોનમાં સ્થાનિક પોલીસ અથવા ઈમરજન્સી નંબર સાચવીને રાખો. બસ, ટ્રેન અથવા કારના રૂટ વિશે અપડેટ મેળવતા રહો.

ખાવા-પીવામાં ધ્યાન રાખો

How to make a travel plan in monsoon?

ચોમાસામાં પાણીજન્ય રોગોનું જોખમ વધારે હોય છે કારણ કે આ સિઝનમાં વાયરસ અને બેક્ટેરિયા વધુ હોય છે. તેથી પ્રવાસ દરમિયાન ખાવા-પીવામાં સાવધાની રાખો. સ્વચ્છ રેસ્ટોરન્ટમાં હંમેશા હળવો ખોરાક લેવાનું પસંદ કરો.

તમારી સાથે મેડિકલ કીટ રાખો

How to make a travel plan in monsoon?

સફર માટે પેકિંગ કરતી વખતે એક મેડિકલ કીટ રાખો કારણ કે તે સફર દરમિયાન કટોકટીની સ્થિતિમાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે. શરદી, ઉધરસ, ઉલ્ટી-ઝાડા, તાવ અને બેન્ડ-એઇડ્સની દવા જેવી કેટલીક ઉપયોગી વસ્તુઓ મેડિકલ કીટમાં રાખવી જોઈએ.

આ સિવાય એક વખત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કોઈ ચોક્કસ સ્થળના હવામાન અને ઈકોલોજીને ધ્યાનમાં લઈને કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે તે વિશે જાણો. જેમ ઘનઘોર વૃક્ષો અને હરિયાળીવાળી જગ્યાએ કોઈ જીવજંતુ તમને ડંખ મારી શકે છે. પાણીમાં સી સિકનેસ અથવા વોટર સિકનેસ થઈ શકે છે. વરસાદમાં પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેથી, તમારી પાસે આ તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દવા હોવી જોઈએ.

સ્થાનિક લોકોની સલાહ લો

Planning to travel this season? So keep these things in mind

આવા વિસ્તારોમાં જતા પહેલા ત્યાંના સ્થાનિક લોકોની સલાહ ચોક્કસ લો કારણ કે તે જગ્યાને સ્થાનિક લોકોથી સારી રીતે કોઈ જાણી શકે નહીં. ક્યાંક જતા પહેલા તેમને પૂછો કે કઈ જગ્યા સુરક્ષિત છે અને કઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.