૧૫૦ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે
રાજકોટમાં પ્રજાપતિ સમાજની સંખ્યા અંદાજીત ૧ લાખથી પણ વધુ હોય સમાજના સક્રિય પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન દ્વારા આગામી ૨૯ માર્ચના દિવસે સૌરાષ્ટ્રનો સૌથી ભવ્ય જીવનસાથી પસંદગી મેળો યોજવાની જાહેરાત સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. ગત વર્ષે ૨૦૧૯માં રાજકોટ શહેરમાં ગુજરાત કક્ષાનો અતિ ભવ્ય યુવામેળો એકદમ નવી પધ્ધતિ અને આધુનિક ટેકનીકથી ઉપરોકત સંસ્થા દ્વારા સફળતા પૂર્વક યોજાઈ ગયેલ હતો.
સૌરાષ્ટ્રના પ્રજાપતિ સમાજની માંગને લઈને આ ૨૦૨૦ના વર્ષનું આયોજન અતિ ભવ્ય રીતે શહેરનાં નામાંકિત ઓડીટોરીયમ હેમુ ગઢવી હોલ ખાતે જ યોજવાની તૈયારીઓશરૂ થઈ ગયેલ છે.
આ જીવનસાથી પસંદગી મેળાની વિશેષતામાં લાઈવ વિડિયો ડેમોસ્ટ્રેશન, વિશાળ સ્ટેજ ડિઝાઈનીંગ, કોમ્પ્યુટરાઈઝડ પ્રેઝેન્ટેશન મેનેજમેન્ટ, તેમજ મોડેલીંગ ફોટોગ્રાફીનો ડિઝીટલ પ્રિન્ટીંગ આલ્બમ જે દરેક ઉમેદવારો ઉપરાંત ઉપસ્થિત મહેમાનઓને ભેટ આપવામાં આવનાર છે. આગામી યુવા મેળામાં મેઈલ કેન્ડીડેટ ૧૫૦ તેમજ ફીમેઈલ કેન્ડીડેટ ૧૫૦ની મર્યાદીત એન્ટ્રી લેવામાં આવનાર છે.ઉપરોકત સંખ્યા થશે એન્ટ્રી લેવાનુંબંધ કરવામાં આવશે. પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન દ્વારા એક જાહેરાત એ પણ કરવામા આવેલ છે કે સૌરાષ્ટ્રના દરેક ગામ શહેરોમાં આગામી યુવા મેળામાં ફોર્મ મોકલવામાં આવી રહ્યા છે. ભાગ લેનાર ઉમેદવારો ફોર્મની વિગત ભરી સાથે મોડેલીંગ ફોટોગ્રાફસ જોડવાનો રહેશે તેમજ આ યુવા મેળામાં ભાગ લેવા પ્રજાપતિ ફેમીલી કલબના કાર્યકરોનો પહેલાના ધોરણે સંપર્ક કરવાવિનંતી.
આગામી જીવનસાથી પસંદગી મેળામાં સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રજાપતિ સમાજના સામાજીક તેમજ રાજકીય આગેવાનો, મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળશે. ઉપરાંત સમાજની વિશેષ પ્રતિભાઓ દ્વારા સ્ટેજ પર સરપ્રાઈઝ ફરફોર્મન્સ આપવાનું પણ સુંદર આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આગામી આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રોજેકટ ચેરમેન રવિભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ લખતરીયા, કો.ઓર્ડિનેટર પુનિત ધોકીયા, મનીષ જોટાણીયા, બ્રિજેશ નેના, પુનીત ભલસોડ, વિવેક લાડવા હિમાંશું જાદવ સહિત યુવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.નં. ૯૯૦૯૧ ૦૯૫૨૦ ઉપર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે. આ તમામ આગેવાનોએ કાર્યક્રમની માહિતી આપવા અબતક પ્રેસની મુલાકાતે આવ્યા હતા.