ડિસેમ્બર મહિનો આવે એટલે માણસો વેકેસન માણવા માટે જુદા-જુદા સ્થળો ગોતતા હોય છે. અને હવે ક્રિસમસ આવવાની તૈયારીમાં છે ત્યારે આ ક્રિસમસની ઉજવણી માટે વિશ્વના વિવિધ દેશોની સાથો-સાથ ભારતમાં પણ ઘણી તૈયારીઓ શરૂ થઇ ચુકી છે ત્યારે ભારતમાં પણ કેટલાક સ્થળો એવા છે જ્યાં ક્રિસમસના સમયે મળેલ રજાની મજા કાંઇક અલગ અને ખાસ રીતે માણી શકો છો.
ક્રિસમસ પર એક સાથે 3 રજાઓ મળી રહી છે અને જો તમે ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો ભારતના આ સ્થળો તમારા આ 3 દિવસીય પ્રવાસને બનાવશે ખાસ.
-પોંડીચેરી
ક્રિસમસ મનાવવા માંટે પોંડીચેરીસ એકદમ મસ્ત જગ્યા છે. જ્યાં ક્રિસમસની રોનક જરા જુદા પ્રમાણમાં જોવા મળે છે.ગોવાની જેમ અહીં પણ રોમન કૈથોલીક મોટા પ્રમાણમાં છે. જે તમારા આનંદ અને ઉત્સાહમાં વધારો કરે છે.
-દમણ-દીવ
દમણ-દીવ એક શાંત જગ્યા છે. ક્રિસમસ પર ખાસ રોનક જોવા મળે છે. અહીં રહેલા દરેક ચર્ચને કલરફુલ આર્ટીફીશિયલ લાઇટોથી સજાવવામાં આવે છે. અહીંનો પુર્તગાલી ડાંસ દર્શકોના મનને પ્રફુલ્લીત કરી દે છે. આ સ્થળ પર ચર્ચ ઓફ church of bom jesus, જૈન દેરાસર,દેવકાનો બીચ જાણીતા ફરવાલાયક સ્થળો છે.
-શિલોંગ
જો તમે કોઇ હિલસ્ટેશન પર ક્રિસમસ મનાવવાનો પ્લાન કરતા હોવ તો શિલોંગ સૌથી ઉત્તમ જગ્યા રહેશે. શિલોંગને પોતાની કુદરતી સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે.
-કેરળ
અહીં એવા કેટલાય સ્થળો છે જે ઐતિહાસિક મુલ્ય ધરાવે છે. આ સ્થળ પર રહેલાં ચર્ચનો ઝગમગાટ ક્રિસમસ પર ખાસ હોય છે.
-ગોવા
જો તમારૂ બજેટ થોડું વધારે હોય તો ક્રિસમસની ઉજવણી કરવા તમે ગોવા જઇ શકો છો. ક્રિસમસની ઉજવણી માંટે ભારતમાં ગોવા ખાસ છે.