ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડીયાની ઊજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકાર પણ આ બાબતે ઘણી જ ઉત્સાહીત છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી ગુજરાતનાં મુખ્ય યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાય અને ખાસ કરીને લોકોમાં જાગૃતિ આવે તે માટે સિધ્ધપુરથી સોમનાથ અને અંબાજીથી ઉનાઈ સુધી મુખ્ય યાત્રાધામોમાં લોકજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં આજરોજ સ્વચ્છતા મહાઅભિયાનનું આયોજન શ્રી સોમનાથમાં કરવામાં આવેલ હતું.
જેનાં ભાગરૂપે સોમનાથ મંદિર પટાંગણમાં શેરી નાટક, સોમનાથ મંદિર થી રામ મંદિર સુધી સ્વચ્છતા વોક, પરશુરામ મંદિર ખાતે મહાઆરતીબાદ સ્વચ્છતા કાર્ડનું વિતરણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા.સ્વચ્છતા અંગે લોકજાગૃતિના સમગ્ર કાર્યક્રમમાં ગીર સોમનાથ ના ડી.એસ.ઓ શીતલબેન, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે અધિકારી/કર્મચારી, નગરપાલિકાના ચીફ ઓફિસર જતિન મહેતા સાહેબ,ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કપિલભાઇ ઠાકર,બી.વી.જીના અધિકારી/કર્મચારી અને યાત્રિકો પણ જોડાયા. સોમનાથમાં આ કાર્યક્રમ શ્રી સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટીતંત્ર , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને વેરાવળ- પાટણ નગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે પાર પાડવામાં આવેલ હતા.