સોમયજ્ઞ ગોપાલયજ્ઞ પરિપૂર્ણ કરનારના સર્વો કષ્ટો દૂર થાય છે: આયોજકો ‘અબતક’ના આંગણે
ધર્મમય નગરી રાજકોટમાં વિરાટ સોમયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન તા.૧૬ માર્ચ થી ૨૨ માર્ચ ૨૦૧૯ સુધી નિશ્ચિત થયેલ છે. પદ્મશ્રી એવમ પદ્મભૂષણ, ગોકુલોત્સવજી મહારાજ (ઈન્દૌર)ના આશિર્વાદથી વિશ્વશાંતિ, પ્રાણીમાત્રના સુખ-સમૃધ્ધિ-યશ-સૌભાગ્યનિ સંપ્રાપ્તિ અને વંશવૃદ્ધિ હેતુ શ્રી વિરાટ સોમયજ્ઞનું આયોજન થયેલ છે. સોમયજ્ઞની ૧ પરિક્રમાંથી ૧૦૮ પરિક્રમાનું ફળ મળે છે અને સોમયજ્ઞની ૧ આહુતિથી ૧૦૮ આહુતિનું ફળ મળે છે.
આ તકે જેરામભાઈ વાડોલીયા, બ્રિજેશભાઈ પટેલ, જગદીશભાઈ હરિયાણી, રાજુભાઈ કાલરિયા, અરવિંદભાઈ પાટડીયા, લક્ષ્મણભાઈ સાવલીયા, હિતેષભાઈ પોપટ, અંતુભાઈ સોની, નવનીતભાઈ ગજેરા, સુનિલભાઈ મહેતાએ ‘અબતક’ની મુલાકાત લીધી.
ભારતીય સંસ્કૃતિ યજ્ઞસંસ્કૃતિ છે, વૈદિકયજ્ઞ અંત:કરણી ક્રિયાનું બાહ્ય પ્રતીક છે. તેમાં માર્મિક અર્થ છુપાયેલ છે. સત્યશ્રુના વૈદિક ઋષિઓએ માનવ જીવનને સોમયજ્ઞરૂપે વર્ણવ્યું છે. સોમયજ્ઞ એટલે અમૃતયાગ, સોમયાગ આધ્યાત્મિક આનંદનુંરૂપ છે, સર્વયજ્ઞ દેવોનો રાજા સોમયજ્ઞ છે.
વિરાટ સોમયાગ અંતર્ગત એક અંતભૂત ભાગ તે વિષ્ણુ ગોપાલ યજ્ઞ છે, વિષ્ણુ ગોપાલ યજ્ઞ સ્વયં મહાયજ્ઞ છે. વિષ્ણુ ગોપાલ યજ્ઞ પરિપૂર્ણ કરનારના સર્વે કષ્ટો દૂર થાય છે. આ યજ્ઞથી જીવનના સર્વદોષની નિવૃતિ થાય છે, જીવનની પ્રગતિમાં બાધારૂપ સર્વે કઠિનતા વિષ્ણુ ગોપાલ યજ્ઞથી દૂર થાય છે, વર્તમાન મનુષ્ય જીવન તાપ-સંતાપ, કલટ-કંકાસ, રાગ-દ્વેષ, વૈર-વૈમનસ્યથી ગ્રસ્ત-ત્રસ્ત છે, કોઈ ઘર પરિવાર કલસ થી, તો કોઈક શારીરિક સ્વાસ્થ્યથી તો કોઈ વળી વ્યાપરા વ્યવસાયમાં વાંધાઓને કારણે અશાંત છે શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞ શારીરિક-માનસિક કષ્ટ દોષ દૂર કરી શાંતિ આપે છે આ યજ્ઞથી સર્વે પ્રકારના ગ્રહદોષોનું નિવારણ થાય છે. માટે શ્રી વિષ્ણુ ગોપાલ વિરાટ સોમયજ્ઞ જરૂરી અને ઉપયોગી છે.
આ સોમયજ્ઞની આહુતિઓથી ઉત્પન ધ્રમ-ધુમાડો વાતાવરણ-પર્યાવરણની શુદ્ધિ કરે છે અને દુર્ભાગ્યને દૂર કરે છે.
સનાતન વેદધર્મ અનુસાર લક્ષ્મી પ્રાપ્તિ માટે, વ્યાપરા વ્યવસાયમાં ઉન્નતી માટે પ્રત્યેહ ગ્રહમાં સુખ શાંતિ અને રિધ્ધિ-સિધ્ધી તથા ઐશ્ર્વર્યની પ્રાપ્તી માટે શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞનું યજમ કરવાનું વિધાન છે.
રાજકોટમાં વિરાટ
સોમયજ્ઞનું આયોજન તા.૧૬ માર્ચથી શનિવારથી તા.૨૨ માર્ચ ૧૯ શુક્રવાર સુધી નિરધારેલ છે. રાજકોટ અને આસપાસના તમામ ગ્રામ્ય તથા શહેર વિસ્તારની સનાતન ધર્મપ્રેમી જનતાને આ યજ્ઞની પરિક્રમા અને દર્શનનો લાભ લેવા સોમયજ્ઞ આયોજન સમિતિનો અનુરોધ છે.