શિક્ષણની ગુણવત્તા સુધારવા નવતર પ્રયોગ હાથ ધરાયો: ૧૧૦૦ જેટલા બાળકો કાર્યક્રમમાં જોડાયા
પાલિતાણા તાલુકાની મોટી પાણિયાળી કલસ્ટરની તમામ પેટા શાળામાં સી.આર.સી.કો જયંતિભાઇ કે ચૌહાણ દ્વારા તા: ૦૩/૦૪/૨૦૧૯ ને બુધવારના રોજ કલસ્ટર કક્ષાએ પ્રિ-ગુણોત્સવનુ આયોજન કરવામાં આવેલ. આ પ્રિ-ગુણોત્સવમાં કુલ ૯ શાળા જેવી કે મોટી પાણિયાળી ડેમ વાડી પ્રા.શાળા તથા મોટી પાણિયાળી વાડી પ્રા.શાળાનાં આશરે ૧૧૦૦ ની સંખ્યામાં બાળકો તથા ૪૨ શિક્ષકો અને ૯ શાળાના આચાર્યો પણ સમગ્ર કાર્યક્રમમા જોડાયેલ.
જેમા તમામ શાળામાં ૭:૩૦ થી ૦૮:૦૦ સુધી પ્રાર્થના કાર્યક્રમ તથા વર્ગવ્યવસ્થા ત્યારબાદ તમામ શાળામા ૦૮:૦૦ થી ૧૦:૩૦ સુધી ધો ૩ થી ૮ ના તમામ બાળકોના સાક્ષરી વિષયો આધારીત ૧૦૦ -૧૦૦ ગુણની કસોટી લેવામાં આવેલ. જેમાં સાક્ષરી વિષયો જેવા કે ગુજરાતી ના ૨૦ ગુણ,ગણિતા વિષયના ૨૦ ગુણ , વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ૧૫ ગુણ , સામાજિક વિજ્ઞાન ના ૧૫ ગુણ , અંગ્રેજી વિષયના ૧૫ ગુણ હિંન્દી વિષયના ૧૦ ગુણ અને સંસ્કૃત વિષયના ૦૫ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણની ઘખછ આધારીત કસોટી લેવામાં આવેલ. આ કસોટીના તમામ પેપરો કાઢવામા રાઠોડ ઘનશ્યામભાઇ , કાનાણી રાજનભાઇ, ચૌહાણ શૈલેષભાઇ તથા ઢીલા હરેશભાઇ તથા રાઠોડ જેન્તીભાઇ તથા પટેલ ખુશ્બુબેન તથા સોરઠિયા જાહિદભાઇ તથા નકુમ અજિતભાઇ તથા માંગુકિયા કલ્પેશભાઇ તથા વર્મા સપનાબેન તથા મેવાડા
મહેશભાઇ તજજ્ઞ શિક્ષક દ્વારા વિવિધ પ્રશ્નનુ સંકલન કરી ધોરણ મુજબ પેપર કાઢવામા આવેલ, જેમા જરૂરી માર્ગદર્શન સી.આર.સી જયંતિભાઇ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.ડી કણસાગરા સાહેબશ્રી તથા ગોહેલ હાર્દિકભાઇ બી.આર.સી કો દ્વારા ખુબ ખુબ શુભેચ્છા સંદેશ આપેલ. આ સમગ્ર કાર્યક્રમનુ સફળ આયોજન મોટી પાણિયાળી કલસ્ટરના સી.આર.સી .કો. ઓર્ડીનેટર ચૌહાણ જયંતિભાઇ કે કરવામાં આવેલ. વાર્ષિક પરિક્ષા પહેલા આ કાર્યક્રમ દરેક શાળામાં કરવામા આવ્યો હોવાથી તમામ શિક્ષકોએ આ કાર્યક્રમનું ખુબ જ ગંભીરતાથી અમલ કરેલ હતો.