ટેકસટાઈલ ટેકનોલોજી માટે મહત્તમ સોસિંગ સોલ્યુશન્સ અને આફ્રિકામાં જીટીટીઈએસ ૨૦૧૯માં નવી તકો
મહત્તમ માર્કેટ શેર ધરાવતા દેશોમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવશે: બીટુબી મીટીંગની વ્યવસ્થા: આફ્રિકા, બાંગ્લાદેશ, ઈજીપ્ત, કોરીયા સહિતના દેશોમાંથી ડેલીગેટસ આવશે
ઈન્ડિયા આઈટીએમઈ સોસાયટીએ ગ્લોબલ ટેકસટાઈલ ટેકનોલોજી અને એન્જિનીયરીંગ શો ૨૦૧૯ની ધોષણા કરી જે એક અનોખું પ્રદર્શન છે જેમાં મુંબઈ, ભારત ખાતે એશિયન ટેકસટાઈલ એન્જીનીયરીંગ ઈન્ડ.ની ક્ષમતાઓ દર્શાવવામાં આવે છે. આ સ્પેશિયલ બિઝનેસ ઈવેન્ટનું આયોજન બોમ્બે એકિઝબિશન સેન્ટર ખાતે ૧૮-૨૯ જાન્યુ. ૨૦૧૯ દરમિયાન આયોજીત થશે. જીટીટીઈએસ ૪૦૦ એકિઝબીટર્સ ૧૩ ચેપ્ટર્સ અને ૧૫ દેશો સાથે અલ્ટીમેટ ગ્રોથ કેટેલિસ્ટ છે. અને તે એક એવું ઉમદા બિઝનેસ પ્લેટફોર્મ છે.જયાં મહત્તમ બિઝનેસ અગ્રણીઓ અને નવા ગ્રાહકો સામેલ રહે છે. અને તે ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રી માટેની માગ માટે ઉત્તમ સોસીંગ સોલ્યુશન ઓફર કરે છે.
સ્પેશિયલ સીરીઝ ઈવેન્ટ જીટીટીએસ ૨૦૧૯નો હેતુ માત્ર ટેકનોલોજી, મશીનરી પ્રદર્શિત નહી કરે પરંતુ ગુણવત્તા, વેરાઈટી, સંબંધીત સેવાઓ, પ્રાદેશિક માર્કેટસ અને ગ્રાહકોમાં એકસેસ જેવી આવશ્યકતાઓને પણ ધ્યાન પર લેશે તેમજ ખાસ કરીને સ્મોલ મીડીયમ એન્ટરપ્રાઈઝીસ માટે હિતધારકોનું નેટવર્કિંગ વિસ્તરીત કરવા દેવામાં આવે અને નવા બિઝનેસ પાર્ટનર્સ શોધવામાં આવશે આ સાથે તમામ પાટીસીપન્ટસને ભાવિ ટેકનોલોજીસમાં ઈનસાઈટ્સ મેળવવાની તક પ્રાપ્ત થશે.
જીટીટીઈએસ ૨૦૧૯માં આફ્રિકન ઉપખંડના દેશો જેમકે ઈથોપીયા, ધાના, બોત્સવાના, સાઉથ આફ્રિકા તાન્ઝાનીયા, કેન્યા અને સાઉથ સુદાનના પ્રતિનિધિઓ સામેલ થવાની અપેક્ષા છે.
યોગાનુયોગ આઈટીએમ સોસા.ને ભારતની ટોચના બીટુબી એકિઝબીશન ઓર્ગેનાઈઝર તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જીટીટીઈએસ પ્રી એરેન્જડ બીટુબી મીટીંગની તક આપવામાં અનુભવ ધરાવે છે. જેમાં રસપ્રદ બિજનેસ સંભાવનાઓ અંગે લક્ષ આપવામાં આવે છે.
જીટીટીઈએસની પ્રથમ આવૃતિને મળેલી અભૂતપૂર્વ સફળતા અને પ્રાદેશિક ટેકસટાઈલ હબ્સ ભિવંડી, ઈચ્ચસકરંજી, અમદાવાદ, સુરત, ફરિદાબાદ, વાપી, ઉમરગાંવ, પાણીપત, ચેન્નઈ, તિરિપુર, ઈરોડ, સલેમ, મદુરાઈ, સિલવાસા ખાતે રોડ શો સ્વરૂપ ઘનિષ્ઠ પ્રમોશન્સ સાથે અમને આ ઉમદા હેતુ સાથે મોટી સંખ્યામાં ટેકસટાઈલ પ્રોફેશનલ્સ મુલાકાત લેશે એવી અપેક્ષા છે.