કમિશ્ર્નર ઉદીત અગ્રવાલ, કલેકટર રેમ્યા મોહન, મેયર પ્રદીપ ડવ, ડે. મેયર દર્શિતાબેન શાહ સહિતના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતી
રોયલપાર્ક સ્થા. જૈન મોટા સં શેઠ ઉપાશ્રય જૈન સંઘ-જેપીજીતથા યંગ ઈન્ડિયન્સ ગૃપ ના સહયોગ તથા પ્રેરણાથી તા.31 માર્ચ કાલે સવારે 9:00 થી સાંજે 5:00 રાજકોટ મહાનગર પાલિકા આયોજીત કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું છે.
આ કેમ્પમાં 45 વર્ષ થી વધુ ઉમર ના કોઈ પણ વ્યક્તિ કોરોના વેક્સિનેશન નો લાભ લઈ શકે છે. દરેક વ્યક્તિ એ આધાર કાર્ડ સાથે માસ્ક પહેરવું ફરજીયાત છે કોવિડ-19 ની વેક્સીન તદ્દન નિ:શુલ્ક આપવામાં આવશે તેમજ સમય પ્રમાણે વહેલા તે પહેલા ના ધોરણે ૃુસેમ ડે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આપના પરિવાર ને સુરક્ષીત કરવા કોવિડ-19 વેક્સીન અચૂક લ્યો તથા અન્યને પ્રેરિત કરો તથા પ્રેરક ઉપસ્થિતી… મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલ કલેકટર રેમ્યાબેન મોહન, મેયર પ્રદીપભાઈ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ 4 સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ4 આરોગ્ય ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા સ્થાનિક કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ, ર/8 રોયલપાર્ક, કે.કે.વી. ચોક પાસે, કાલાવડ રોડ, જી.ટી.શેઠ સ્કુલ પાછળ, યોજનાર આ કેમ્પ વિશેષ માહિતી માટે મો.99797 68000, 97ર34 88489 ઉપર સંપર્ક કરવા સંઘની યાદીમાં જણાવાયું છે.