પશ્ચિમ રેલવે પોલીસ રાજકોટ મંડળ તથા લાઈફના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું પણ કરવામાં આવ્યું આયોજન
રાજકોટ ખાતે આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પશ્ચિમ રેલવે રાજકોટ મંડળ તથા લાઈફના સંયુક્ત ઉપક્રમે મેડિકલ હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વિશેષ રૂપે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન તેમજ રેલવે પોલીસની તમામ બ્રાંચ અને કચેરીમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ તેઓના પરિવારના સભ્યોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું અને તે જ સ્થળ પર બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં ક્રાઈસ્ટ હોસ્પિટલનો નિ:શુલ્ક સહયોગ મળ્યો હતો. ત્યારે ક્રાઈસ્ટ હોસ્પિટલ કે જે માધાપર સ્થિત છે તેમાં ૧૫૦ બેડની મલ્ટી સુપર સ્પેશ્યાલીટી પ્રસ્થાપિત થાય છે.
ત્યારે રાજકોટ રેલવે પોલીસના પોલીસ ઈન્સ્પેકટર જયસ્વાલે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ સર્વરોગ નિદાન કેમ્પ અને જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેનો વિચાર ઘણા સમય પહેલા જ આવી ચૂકયો હતો પરંતુ કામગીરીમાં વ્યસ્તતાના પગલે કાર્યક્રમ કયાં સમય રાખવો તે અસમંજસની સ્થિતિ રહી હતી.
ત્યારે ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં રેલવે પોલીસના મહત્તમ સ્ટાફ જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે અને પોતાનું રક્ત આપી રક્તને લાઈફ બ્લડ બેંકમાં આપવામાં આવશે.આ તકે ખુબજ વિશાળ સંખ્યામાં રેલવે પોલીસ અને તેમના પરિવારો આ નેક કાર્યમાં જોડાયા હતા અને રેલવે પોલીસ તંત્ર દ્વારા તેમની નોંધ પણ લેવામાં આવી હતી. સાથો સાથ રેલવે પોલીસ દ્વારા ક્રાઈસ્ટ હોસ્પિટલનો પણ આભાર માનવામાં આવ્યો હતો.