રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસીએશન (આર.એચ.એમ.એ) દ્વારા એક વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત મુખ્ય મહેમાનો તરીકે અપૂર્વમુની સ્વામી, રાજકોટ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની હાજર રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર્સ એસોસીએશનના પ્રમુખ જયેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ વખતની સભા એક ખાસ ગણવામાં આવે છે.
કારણકે આ સભા દરમિયાન મેમ્બરશીપ સર્ટીફીકેટ આપવા આઈકાર્ડનું પણ વિતરણ સાથો સાથ એક ડિરેકટરીનું પણ આયોજન કરીએ છીએ. સાથે ઘણા નવા મેમ્બરો પણ ઉમેરાયા છે. સાથે ભવિષ્યનું આયોજન એવું છે કે જે રોવ-મટીરીયલ મળે છે એના માટેની કવોલીટી અને રેટ અને ગર્વમેન્ટ તરફથી થોડી અપોર્ટીંગ રહે અને કવોલીટી સારી મળે. ત્યારબાદ એકઝીબિશન માટેનું કે જે માર્કેટીંગ માટે જયારે બધા મેમ્બરોએ જાઉ પડશે અને સાથે એક માર્કેટનું એવું હબ ઉભુ કરવા માંગીએ છીએ કે કસ્ટમરો અહીંયા આવીને માલ ખરીદી શકે, ચાઈના કે ત્યાં જઈને તે લોકોને માલ ન ખરીદયો એ રીતનું આખુ આયોજન કરવા માંગીએ છીએ.જયંતીભાઈ સરધારા સેક્રેટરી ઓફ રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચર્સ એસો. અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજરોજ એક ખાસ સભા છે.
રાજકોટનું હાર્ડવેર મેનુ એસો. છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે. સમય સંજોગ પ્રમાણે આ એસોસિએશનને રજીસ્ટ્રાર કરાવાની જરૂરીયાત થઈ. અત્યારે અમારુ એસોસિએશન કંપની લો મુજબ રજીસ્ટ્રાર કરવામાં આવ્યું છે અને આજે આ સાધારણ સભામાં અમારા તમામ મેમ્બરને આઈકાર્ડ, મેમ્બર સર્ટીફીકેટનું વિતરણ રાજકિય મહાનુભાવો સંતો અને અધિકારીઓના હસ્તક કરવામાં આવશે.
ભવિષ્યમાં અમો આર.એચ.એમ.એ કરીને પોર્ટલ પણ આજથી જ શરૂ કરવામાં આવ્યું છે. જેથી કરીને તમામ સભ્યોને ઓલ ઓવર વર્લ્ડમાં આ માધ્યમથી પોતાની બ્રાન્ડને ઉંચાઈ સુધી લઈ જઈ શકશે અને રાજકોટને માત્ર ભારતમાં જ ઓળખ છે હાર્ડવેરની બાબતમાં પણ પુરી દુનિયામાં તેની ઓળખાણ ઉભી થાય એવી અમારી મહેનત છે.
ત્યારબાદ રાજકોટમાં રહેલુ મોટા પ્રમાણમાં જે યુનિટ છે કે હાલ તેનું કોઈ રજીસ્ટ્રેશન નથી તેનું ડિરેકટરીનું આયોજન પણ આજથી જ શરૂ કરવામાં આવશે. ભવિષ્યમાં પણ અમો ડિરેકટરી લોંચ કરશું જેમાં રાજકોટમાં કઈ કઈ પ્રોડકટ બને છે ? કેટલા યુનિટ છે ? અને પોર્ટલ ખુબે એટલે કોઈ પણ ખરીદનારને એક વસ્તુ સામે વીસ વિકલ્પો મળે અને વિશ્ર્વ લેવલે આ ડિરેકટરી દ્વારા જાહેરાત કરીએ અને હાર્ડવેરને રાજકોટમાં એક અલગ ઓળખ આપવી એવી અમારી મહેનત છે.