૨૦ જીબી સુધી વિનામૂલ્યે સ્ટોરેજ કરવા મળશે
જો તમને ભારતીય કલાઉડ સેવાની જરૂર જણાતી હોય તો ભારત સરકારે એ પુરી કરવાની કોશિષ કરી છે. આયોજન પંચે ડિજિ બોક્ષના નામથી નવી કલાઉડ સેવા શરૂ કરી છે. જેમાં ર૦ જીબી સુધી સ્ટોરેજની સગવડતા વિનામૂલ્યે આપવામાં આવશે. ડિજિ બોક્ષ સેવા આમ તો ૧૫ ઓગષ્ટ ના રોજ શરૂ થવાની હતી. પણ એ શરૂ થઇ શકી ન હતી. ડિજિ બોક્ષની આ સુવિધા હાલ પુરતી જ વેબ એકસેસ કરી શકશે. જયારે એન્ડ્રોઇડ અને આઇઓએસની સેવા આગામી ટુંક સમયમાં શરુ થશે તેમ જણાવાયું છે.
ડિજિ બોક્ષના માઘ્યમથી તમે એક આઇડી બનાવીને ડેટા સંઘરી શકશે અને ઇ મેઇલ સાથે મોબાઇલ નંબર થકી બીજા સાથે ‘શેર’ પણ કરી શકશો. જેમાં ઓન ડિમાન્ડ, રિયલ ટાઇમ, એકસેસ અને એડિટીંગ જેવી સુવિધાઓ પણ છે અને તે તમામ ફોર્મેટમાં ઉપયોગી બની શકે છે. ડિજિ બોકસની ફાઇલને ‘ઇન્સ્ટાશેર’ માફરત તુરંત જ ‘શેર’ કરી શકાશે. ડિજિ બોકસની કલાઉડ સેવા દર મહીને માત્ર રૂ. ૩૦ ની ચુકવણીથી લઇ શકાશે. જેમાં તમને પ ટીબી સ્ટોરેજ અને વધુમાં વધુ ૧૦ જીબી સુધીની ફાઇલ અપલોડ કરી શકાશે. તમે જી મેઇલને પણ તેની સાથે જોડી શકો છો. ડિજિ બોકસની ફ્રી સેવા પણ મળી શકશે છે. જેમાં ર૦ જીબી સ્ટોરેજ કરી શકાશે અને ર જીબી સુીધીની ફાઇલો અપલોડ કરી શકાશે.
પ્રતિ માસ રૂ. ૯૯૯ વાળા પ્લાનમાં પ૦ ટીબી સુધીની સંગ્રહ કરી શકાશે અને ૧૦ જીબી સુધીની ફાઇલ સંધરી શકાશે. એમાં પ૦૦ લોકો એકસેસ કરી શકશે એટલે કે જી સૂટની જેમ નાની કંપનીઓ માટે ઉપયોગી બની શકશે.