ગર્ભધારણ કરવું એ પ્રકૃતિનાં નિયમનું એક અવિભાજ્ય અંગ છે. જેના માટે બે વિજાતિય વ્યક્તિને સમાગમ થવો જેટલો જરુરી છે તેટલું જ ગર્ભધારણ માટેનો સમાગમનાં યોગ્ય સમયની જાણકારી હોવી એટલું જ જરુરી છે. આ તથ્પની અવગણનાં કરવાથી અનેકવાર ગર્ભધારણ કરવામાં મુશ્કેલીઓ આવે છે તો આવો જાણીએ કે મહિનામાં ક્યારે સમાગમ કરવાની ગર્ભ રહેવાની શક્યતાઓ વધી જાય છે.
પુરુષનાં શુક્રાણુઓના સાથી મહિલાનાં ગર્ભમાં જવાથી ગર્ભધારણ થાય છે. સ્ત્રીનાં અંડાણુથી શુક્રાણુઓનો મેળાપ થવો અને ફલીતી કરણની ક્રિયા થવી એટલે જ ગર્ભધારણની ક્રિયા….
આ બાબત માટે શારિરીક અને માનસિક બંને પ્રકારનાં કારણો ભાગ ભજવે છે. જેમાં અપૂરતી જાણકારીનાં કારણે યોગ્ય ફળ નથી મળતું અને એટલે જ પ્રેગ્નેન્સી રાખવા માટે યોગ્ય ટાઇમિંગ મહત્વની ભૂમિકા ભજવે છે જેનાથી મોટા ભાગનાં યુગલો અજાણ હોય છે.
– સેક્સ માટેનો યોગ્ય સમય….
ગર્ભવતી થવા માટે માત્ર સેક્સ કરવું એ જ જરુરી નથી. પરંતુ તેને યોગ્ય સમય પર કરવું જરુરી બને છે. એ વાત તરફ ધ્યાન આપવું જરુરી છે કે પુરુષનાં શુક્રાણુઓ લગભગ એક જ પ્રકારનાં હોય છે જે સ્ત્રીને ગર્ભધારણ કરાવે છે. પરંતુ સ્ત્રીનું શરીર ગમે તે સમયે ગર્ભધારણ નથી કરતું. તેના માટે નિશ્ર્ચિત સમય હોય છે. જે ખૂબ જ ટૂંકાગાળાનો હોય છે. જો તમે એ ટૂંકા ગાળાને ઓળખીને તે સમયે સમાગમ કરો છો તો ગર્ભ રહેવાની શક્યતાઓ વધી જાય છે.
– ઓવુ લેશન સાઇકલ :
સ્ત્રીનાં પિરિયડ્સનાં સાત દિવસની સાઇકલ બાદનાં દિવસોમાં ઓવુલેશન સાઇકલ શરુ થાય છે. જે નેકસ મન્થનાં પિરિયડ શરુ થવાનાં સાત દિવસ પહેલાં સુધી એક્ટીવ રહે છે, અને ઓવુલેશન એ જ સમય છે જ્યારે ગર્ભધારણ કરવાની શક્યતાઓ વધી જાય છે. આ પરિસ્થિતિને ફર્ટાઇન સ્ટેજ પણ કહેવામાં આવે છે. ગર્ભધારણ કરવા માટે જ્યારે પણ સેક્સ કરવાનું આવે તો ઓવેલુશન પિરિયડમાં જ કરવું યોગ્ય રહે છે. જેના માટે તમારે જરુર છે માત્ર એ સમયની યોગ્ય જાણકારી મેળવવાની જેના માટે તમે ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સલાહ પણ લઇ શકો છો.
– સવારનો સમય
પ્રેગ્નેન્સી પ્લાન કરવા માટે સવારનો સમય ઉત્તમ સમય છે. જ્યારે તમે એકદમ ફ્રેશ રહો છો, સ્ત્રી રોગનાં નિષ્ણાંતનું પણ કહેવું છે ‘જે સ્ત્રીઓમં રેગ્યુલર પિરિયડ્સ આવે છે તે પ્રેગ્નેન્ટ થવા માટે પિરિયડનાં દસ દિવસ પછીનાં સમયમાં સંભોગ કરે છે. જેનાથી પ્રેગ્નેન્સી રહેવાનાં ચાન્સ વધી જાય છે. અને જે સ્ત્રીઓના પિરિયડ્સ અનિયમિત હોય છે. તે પ્રેગ્નેન્સી માટે પિરિયડ્સ સાઇકલમાં નિયમિત અંતરાલ એટલે કે સાઇકલનાં ૨૦ દિવસ દરમિયાન સંભોગ કરવાનું યોગ્ય માને છે.