- રેસકોર્સ ખાતેના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે લોકોને ટેલિસ્કોપ દ્વારા ગ્રહ દર્શનનું આયોજન કરાયું
- લોકોને ખગોડીયા ઘટના વિશે માહિતી અપાઈ
- દર મહિનાની અંજવાડીયા ની આઠમ ના દિવસે નિ:શુલ્ક આકાશ દર્શન કરાવ્યા
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપિત ઓ વી સેટ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સ ખાતે લોકોને ટેલિસ્કોપ દ્વારા ગ્રહ દર્શન કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોને ખગોળીય ઘટના વિશેની માહિતી આપવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપિત તેમજ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ઓ વે શેઠ પ્રાદેશિક લોકો વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા આજ રાત્રે 7.00 થી 9.00 દરમ્યાન હાલમાં સાંજના આકાશમાં દેખાય રહેલ સૌરમંડળના ગ્રહોનું અદ્યતન અને વિશાળ ટેલિસ્કોપ દ્વારા જાહેર જનતાને બતાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દ્રશ્યમાન ગ્રહો પૈકી શુક્ર, શનિ, ગુરુ અને મંગળ ગ્રહોને ક્લબના ટેલિસ્કોપ્સ દ્વારા ક્લબના સભ્યોએ નાગરિકોને બતાવ્યા તેમજ જે તે ગ્રહ અને આ ઘટના વિશે વૈજ્ઞાનિક માહિતી પણ પુરી પાડી હતી.
અવલોકન દરમ્યાન લોકોએ શુક્ર ગ્રહની કળાઓ, શનિના વલયો, ગુરુના ઉપગ્રહો તેમજ મંગળ પરના બરફાચ્છાદિત ધ્રુવો સ્પષ્ટ નિહાળ્યા તેમજ આ ખગોળીય ઘટના વિશે જ્ઞાનગુષ્ટી કરી. ક્લબ દ્વારા બે 8 ઇંચ, એક 10 ઇંચ અને એક 12 ઇંચના વિશાળ ટેલિસ્કોપ આ કાર્યક્રમ માટે આકાશ તરફ માંડવામાં આવ્યા હતા. બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા આવી ખગોડીએ ઘટનાઓ સમયે તેમજ દર મહિનાની અજવાળીયાની આઠમ સમયે રાજકોટની જનતા માટે ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શનની નિશુલ્ક ગોઠવણી કરવામાં આવે છે.
જે દર વર્ષે ઓક્ટોબરથી શરૂ કરી જુન સુધી ચાલુ રહે છે. તેમજ ખગોળમાં બાળકોની ખૂબ જ વધારે રુચી રહે છે અને જેને સંતોષવા માટે લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમિક કલબ દ્વારા કોસ્મિક કિડ્સ નામક બાળકોનો એક ખાસ તાલીમ કેમ્પ કરવામાં આવે છે. જે હાલમાં 27મી જાન્યુઆરીથી શરૂ થનાર છે.