ગોલમાલ હે ભઇ સબ ગોલમાલ હૈ…. દિકારાના નામે બુક કરાવેલી ટીકીટમાં પિતા બેસે, અને દિકરા પાસેથી મળનારું સોનું લઇ પિતા ઉડે
રૂપિયા ૧૬ કરોડની દાણચોરી અંગે જવેલર તેમજ તેના પુત્રની ધડપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ માટે ટેક ઓફ થતાં ઇન્ડીગોના પ્લેનને રનવે પરથી જ રોકી લેવામાં આવ્યું હતું. સંજય કુમાર અગ્રવાલ જે એક સોની છે. તેણે પોતાના દિકરાના નામની ટીકીટથી ફલાઇટ બુક કરાવી જે પહેલાથી જ કોલકતા ઇમેરેટસ પરથી દુબઇ જવા માટે ચેક ઇન થઇ ગઇ હતી. જે દાણચોરીનું સોનું ઇન્ડીગો ફલાઇટમાંથી પુત્ર પાસેથી મળવાનું હતું તે પિતા પાસેથી મળી આવ્યું હતું.
સંજય કુમાર ભારતમાં સોનાના વેચાણ માટે ગેરકાયદેસર હેરાફેરી કરી એકસપોર્ટ કરવા માંગતા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે જવેલરે કુલ ૧૧૦૦ કિલો શુઘ્ધ સોનાના દાગીના છેલ્લા એક જ વર્ષમાં ભારતમાં વહેચ્યા છે. તેણે અત્યાર સુધીમાં રૂપિયા ૩૦૦ કરોડનું રોકડું કર્યુ છે. સંજય રાજય વેચાણ ખાત-ખતીજોની સંસ્થાઓ પાસેથી આયાતના નામે સોનું ખરીદતો. પણ તેણે આવકવેરા અને અન્ય ટેકસને બદલે રૂ. ૩૦ કરોડ ભરવા પડતા હતા. ઇન્ડીગોના અધિકારીએ જણાવ્યું હતું કે સંજયે શ્રીકાંતના નામનો પાસપોર્ટ પોતાની જરુરીયાત માટે નવો બનાવ્યો હતો. ડીઆરઆઇએ શોઘ્યું હતું કે કેવી રીતે તેમણે વિદેશ પ્રવાસની ફલાઇટ બુક કરી દેશમાં જ સોનુ ફેરવ્યું હતું. જો કે બાપ બેટાની જુગલ જોડી અનેક વખત સફળ રહી કેમ કે આયાતી નાના ક્ધસાઇનરમાં સામાન મોકલી શકે છે. તેને કાર્ગો બુક કરાવવાની જરુર પડતી નથી માટે બાય નંબરી અને બેટા દસ નંબરીએ એક જ વર્ષમાં રૂ ૩૦૦ કરોડના સોનાની દાણચોરી કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,