શહેરના પોલીસ સ્ટાફની સર્તકતાની ચકાસણી માટે ત્રાસવાદીઓએ વિમાન હાઇજેક કરી રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થવાનું હોવાની એરપોર્ટ ઓથોરિટીના મેનેજર શેસાંત શર્માએ 10-40 કલાકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને જાણ કરવામાં આવી હતી.
તેઓએ તમામ સ્ટાફને સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને ત્રાસવાદીને ઝડપી લેવા આપેલા આદેશના પગલે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડીસ્પોઝર સ્કવોર્ડ, ફાયર બ્રિગડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સ્ટાફ એરપોર્ટ ખાતે દોડી ગયા હતા. અને ત્રાસવાદીને બોમ્બ સાથે ઝડપી લીધો હતો ત્યાર બાદ પોલીસ સ્ટાફને સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા સુરક્ષા સ્ટાફે રાહતનો દમ લીધો હતો. (તસવીર: કરન વાડોલીયા)