છ માંથી પાંચ શ્રેષ્ઠ સંશોધકો નિવૃત્તિ પ્રાપ્ત અધ્યાપકો છે, જે ભાવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધનમૂલક અધ્યાપકોનો 2022 ને વીતેલાં શૈક્ષણિક વર્ષમાં   થયેલા સંશોધનો તેમજ તેની ગુણવત્તા અંગેના વિવિધ માપદંડોનો અભ્યાસ કરતાં સમગ્ર વિજ્ઞાન વિદ્યાશાખાઓમાં અત્યાર સુધીમાં જે પાંચ શ્રેષ્ઠ સંશોધન પ્રદાન કરનાર અધ્યાપકો અધ્યાપકોનો દબદબો જોવા મળેલ છે તેમાં નોંધપાત્ર રીતે છેલ્લા વર્ષોમાં નિવૃત થયેલા છે . અર્થાત સંશોધન પ્રત્યે અકબંધ ખેવના રાખનાર પોતાનું ખેડાણ અકબંધ રખ્યું છે અને બધા માપદંડોમાં ખરા ઉતર્યા છે.

Screenshot 5 10

વિગતો અને માપદંડોમાં ઉંડા ઉતરતાં જાણવા મળે છે કે 2016 માં સૌરાષ્ટ્ર .. યુનિવર્સિટીમાંથી નિવૃત્તિ પામેલા અને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે સાડા છ વર્ષની અવધિ દરમિયાન પણ 50 જેટલા આંતરાષ્ટ્રીય મેડીસીનલ કેમીસ્ટ્રીના સંશોધનો પૂરા કરનાર રસાયણ વિજ્ઞાનિ ડો . અનામિક શાહ આંતરરાષ્ટ્રીય માનક સ્કોપસ (જઈઘઙઞત ઈડેકસીંગ) માં અત્યાર સુધીમાં 156 સંશોધન લેખોથી સર્વાધિક આંક પ્રાપ્ત કરેલ છે . 20 જેટલા સંશોધક પ્રકલ્પો દ્વારા આશરે 18 કરોડ રૂ. ના પ્રોજેક્ટો , સેન્ટર ફોર ડ્રગ ડીસ્કવરી 35000 ચો . ફુટનું સંશોધન કેન્દ્ર 70 પીએચ.ડી. અને 20 કરોડ રૂ. ના અતિ આધુનિક સાધનો મેળવનાર તેમજ ઇન્ડીયન સોસાયટી ઓફ કેમીસ્ટ એન્ડ બાયોલોજીસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યરત છે . કેન્સર , ટીબી , એચ આઇ વી પર સંશોધન કાર્યો કર્યા છે. ડો . અનામિક શાહની લગભગ બરોબરી અને કેટલાક માનાંકોમાં તેમનાથી પણ એક અંક વધુ પ્રાપ્ત કરનારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના પ્રોફેસર બે વર્ષથી નિવૃત થયેલા એવા ડો . સુમિત્રા ચંદા (જન્મે દક્ષિણ ભારતીય , વસવાટ ગુજરાત ) એ પણ 156

સંશોધપત્રો દ્વારા ’ સ્કોપસ’માં પોતાનું સ્થાન દ્રઢ કર્યું છે . જ્યારે સ્કોપસ  ‘એચ’ ઇન્ડેક્સમાં 34 અંક સાથે ડો અનામિક શાહથી એક અંક આગળ છે . સ્કોપસ ’ સાઇટેશન’માં ડો અનામિક શાહના 3567 જ્યારે સુમિત્રાના તેથી આગળ 3960 છે . તેમણે અનેક મેડીસીનલ પ્લાન્ટ (ઔષધીય વનસ્પતિ) માઇક્રોબાયોલોજી અસર પર ધનિષ્ઠ અભ્યાસ કર્યો છે. બાયોસાયન્સના વિભાગના ભૂતપૂર્વ વડા ડો . એસ.પી.સિંધ ’ સ્કોપસ ’ સાઇટેશનમાં 2344 અંક સાથે ત્રીજા ક્રમે છે . તેઓ પણ નિવૃત અધ્યાપક છે . જાપાન સાથે સંશોધનકાર્યો કરેલા છે. તેમના સ્કોપસમાં સ્થાન પામેલા સંશોધનની સંખ્યા 112 અને સ્કોપસ ‘એચ’ ઇન્ડેક્સ 29 થાય છે હજુ 31 ડિસેમ્બરે નિવૃત થયેલા અને ભૌતિકશાસ્ત્રભવનના પ્રોફેસર.  તેમજ નેનોટેકનોલોજીના નવા ડીપાર્ટમેન્ટના પ્રથમ વડા ડો . ડી.જી.કુબેરકર મટીરીઅલ સાયન્સ તેમજ નેનો સાયન્સના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.