વિદ્યાર્થીઓને કુલપતિ ડો. ગીરીશ ભિમાણીએ અભિનંદન પાઠવ્યાં
સૌરાષ્ટ્ર યુનિવસિટીના એમ.બી.એ. ભવનના સેમેસ્ટર-4 ના વિઘાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ યોજાઇ ગયું. જેમાં 6ર વિઘાર્થીને રાજયની અલગ અલગ કંપનીઓમાં નોકરી મળવા પામી હતી. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા જ નોકરી મળવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ વિઘાર્થીઓને અભિનંદન આપ્યા હતા. પ્લેસમેન્ટમાં પસંદગી પામેલા વિઘાર્થીઓને 2.50 લાખથી લઇને 6 લાખ સુધીના પેકેજ આપવામાં આવશે.
આ અવસરે ડો. ભીમાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય નીતી-2020ના શ્રેષ્ઠ શિક્ષણ થકી રાષ્ટ્રનો વિકાસ સૂત્રને યુનિવર્સિટીના વિઘાર્થીઓ સાર્થક કરી રહ્યા છે. તેમજ એમ.બી.એ. ભવનના અઘ્યક્ષ ડો. સંજય ભાયાણીના જણાવ્યા અનુસાર એમ.બી.એ. ભવનમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ ભવિષ્યમાં પોતાની કંપની ઉભી કહી રોજગારીની તકો સર્જે અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન પ્રદાન કરી શકે તેવું શિક્ષણ અપાય છે.
સૌરાષ્ટ્ર યુનિ. વિઘાર્થીઓના હિતને ઘ્યાનમાં રાખી શિક્ષણની સાથો સાથ વધુમાં વધુ નોકરી મળે અને વિઘાર્થીઓનો સર્વાગી વિકાસ થાય તે દિશામાં કાર્યરત છે. શ્રેષ્ઠ શિક્ષણ થકી રાષ્ટ્રનો વિકાસ એ સૂત્રને સૌરાષ્ટ્ર યુનિ. ના વિઘાર્થીઓ સાર્થક કરી રહ્યા છે. શિક્ષણ ઉપરાંત સંશોધનમાં પણ યુનિવર્સિટીના વિઘાર્થીઓ અગે્રસર હોય છે.