મંત્રીઓ, ધારાસભ્યોની ભલામણોને ફગાવી દેવાઈ હોવાનો દાવો
ભરતી પ્રક્રિયામાં મંત્રીઓ, ધારાસભ્યોની ભલામણોને ફગાવી અને રાજકોટ જિલ્લામાં 131 મહિલા હેલ્થ વર્કરોની નિમણૂંકમાં સ્થળ પસંદગી પૂર્ણ કરાઈ હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હેલ્થ વર્કરો માટે લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોમાં જેમણે નિમણૂંક માટે રાજકોટ જિલ્લો પસંદ કર્યો હતો તેવા 131 ફિમેલ હેલ્થ વર્કરોને ફરજ માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા જિલ્લા પંચાયત ખાતે પુર્ણ કરવામાં આવી હતી. મનપસંદ સ્થળે જવા માટે જિલ્લા પંચાયતનાં સભ્યો જ નહિ, ધારાસભ્યો અને મંત્રીઓએ ભલામણો કરી હતી પરંતુ તેને ફગાવી દઈ ઓન સ્ક્રીન મેરીટ બતાવીને દરેકને સ્થળ પસંદગીની તક આપવામાં આવી હતી. સ્ક્રીન પર મેરિટ બતાવીને દરેકને ગામ પસંદ કરવાની તક અપાઈ હતી.પાંચ વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાય હતી.
131 ફિમેલ હેલ્થ વર્કરોને જિલ્લામાં પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ માટે સ્થળ પસંદ ક2વા બોલાવવામાં આવ્યા હતા. ડીડીઓ અને સીડીએચઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. સુત્રોએ જણાંવ્યુ હતું કે 35 જેટલા પંચાયતનાં સભ્યો અને 15 જેટલા મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યોએ ભલામણો કરી હતી. પરંતુ પારદર્શિકતાથી કામગીરી આટોપવામાં આવી હતી. પાંચ વર્ષ બાદ જિલ્લામાં ફિમેલ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવતા હવે મહેકમ મંજૂર થયુ તેમાં હવે માત્ર આઠ જગ્યાઓ જ ખાલી રહી છે. બે ફાર્માસિસ્ટ અને એક સ્ટાફ નર્સની પણ ભરતી કરવામાં આવી હતી અને 12 લેબટેકનિશ્યન માટે નિમણૂંક અંગેની કામગીરી હાથ ધરાઇહતી.