ગુરુપૂર્ણીમા અવસરે જૈન દર્શનની દ્દષ્ટિએ ગુરુ નું મહત્વ
વિશ્વ વંદનીય તારક તીથઁકર પરમાત્માએ ગુરુનું મહત્વ બતાવતાં જૈનાગમ ઠાણાંગ સૂત્રમાં ફરમાવ્યુ કે ઉપકારી ગુરુદેવનો ઉપકાર જીવનમાં કદી વાળી શકાતો નથી.જૈન શસ્ત્રોમાં ગુરુ પૂર્ણીમાં દિવસનો સ્પષ્ટ ઉલ્લેખ કયાંય વાંચવા મળતો નથી,પરંતુ આગમમાં પરમાત્માએ ઠેર – ઠેર ગુરુની મહત્તા બતાવેલ છે.ત્રણ તત્વ દેવ,ગુરુ અને ધમે રહેલા છે.તેમાં ગુરુ એ દેવ અને ધમેને જોડતી મજબુત સાંકળ રહેલી છે. ગુરુ એ સાચો રાહ બતાવનાર ભોમિયા સમાન છે.ગુરુ વિના જીવન અધુરુ અને જેઓના જીવનમાં ગુરુ તેઓનુ જીવન બને મધુરુ.નમસ્કાર મહા મંત્રના નવપદમાં સિદ્ધ ભગવંતો મોક્ષમાં બીરાજે છે,છતાં પ્રથમ નમસ્કાર અરિહંત પદને કરવામાં આવે છે કારણ કે અરિહંતો જ સિદ્ધ પદ સુધી પહોંચાડનાર પથદશેક રહેલા છે.એટલે જ મનોજ ડેલીવાળા કહે છે કે…
અરિહંત સિદ્ધ દોનો ખડે, કિસ કો લાગુ પાય, બલિહારી ઉપકારી અરિહંત કી, જિસને સિદ્ધ દિયે મિલાય.
જૈન દશેનમાં ગુરુ દક્ષિણા એટલે કે શિષ્ય ગુરુને દક્ષિણારૂપે કાંઈ અપેણ કરતાં હોય તેવો ઉલ્લેખ આવતો નથી પરંતુ ગુરુની આજ્ઞા ” આણાએ ધમ્મો ” અથોત્ આજ્ઞા એજ ધમે છે તેવો નિર્દેશ છે.ગુરુ આજ્ઞામાં જેનું જીવન તહેત્ત…તેની મુક્તિ હાથવેંત.
જૈનોના ગુરુદેવ કદી કોઈને આશીર્વાદ પણ આપે નહીં કે શ્રાપ પણ આપે નહીં. તેઓ તો સદા અનંતી કૃપા વરસાવતા હોય છે કે જલ્દી – જલ્દી દરેક જીવાત્માઓ મોક્ષના શાશ્વતા સુખોને પ્રાપ્ત કરે. સંસારીઓ કદી હીત વગર પ્રીત કરતાં નથી,જયારે ગુરુ ભગવંતો નિસ્વાથે ભાવે ” તિન્નાણં – તારયાણં ” અથોત્ સ્વયં તરે અને પરીચયમાં આવનાર દરેકને ભવ સાગરથી તારનાર બને છે.
ઈંગીયાગાર સંપન્ને એટલે કે શિષ્ય ગુરુના ઈશારા તથા સંકેતને સમજી કાયે કરતાં હોય તેને વિનીત શિષ્ય કહેવાય છે.( અ.૧ ગાથા ૨). ના પુઠ્ઠો વાગરે કિંચિ એટલે કે વિનીત શિષ્ય ગુરુને પૂછ્યા વિના કંઈ પણ બોલે નહીં.( અ.૧ ગાથા ૧૪). મમ લાભો ત્તિ પેહાએ એટલે કે ગુરુ કોમળ કે કઠોર વચનથી શિખામણ આપે તો શિષ્ય એમ સમજે કે આ મારા લાભ માટે જ છે.( અ.૧ ગાથા ૨૭).સાહૂ કલ્લાણ મન્નઈ…ગુરુની શિખામણ હિતકારી માને ( અ.૧ ગાથા ૩૯).પસન્ના લાભઈસ્સંતિ એટલે કે ગુરુ પ્રસન્ન થાય એટલે શિષ્યને શ્રુત જ્ઞાનરૂપી સંપત્તિ આપે.( અ.૧ ગાથા ૪૬). વસે ગુરુકુલે…શિષ્યોએ સદા ગુરુ આજ્ઞા રહેવું.
સાધનાના ક્ષેત્રમાં સદ્દગુરુનું મહત્વ સર્વોપરી માનવામાં આવે છે.જૈન દશેનમાં ગુરુને ભગવંતની ઉપમા આપી નવાજવામાં આવેલ છે. પ્રતિક્રમણના પ્રથમ પાઠનો પ્રથમ શબ્દ ” ઈચ્છામિણં ભંતે ” એટલે હે ગુરુ ભગવંત ! આપની આજ્ઞા લઈ આવશ્યક સૂત્ર, પ્રતિક્રમણ કરુ છું. ગુરુ ભગવંતની આજ્ઞા વિના શિષ્ય એક પણ કાયે કરે નહીં.ગુરુ કયારેક પ્રત્યક્ષ હાજર ન હોય છતાં પણ દરેક કાયે કરતાં પહેલાં અરે ! માંગલીક ફરમાવતાં પહેલાં પણ ગુરુદેવની આજ્ઞા એમ પ્રગટ પણે ઊચ્ચારણ કરીને માંગલીક ફરમાવતાં હોય છે.ટૂંકમાં ગુરુનો મહીમા અને મહત્તા અપાર અને અપરંપાર છે.
શબ્દોમાં સમાય નહીં, એવા આપ મહાન. કેમ કરી ગાઉ,ગુરુ કેરા ગાન.