મોદી સરકારના કાર્યકાળનું આજે છેલ્લું બજેટ રજૂ કરવામાં આવશે. અરૂણ જેટલીની ગેરહાજરીમાં હંગામી નાણાં મંત્રી પીયૂષ ગોયલ આજે 11 વાગે બજેટ રજૂ કરશે. તે મંત્રાલય ખાતે આવી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીના કારણે આ વખતે ઈન્ટરિમ બજેટ(વોટ ઓન એકાઉન્ટ) રજૂ કરવામાં આવશે. તેમાં નવા નાણાંકીય વર્ષના શરૂઆતના ચાર મહીનાના ખર્ચ માટે સંસદની મંજૂરી માંગવામાં આવશે. 1948થી ચૂંટણીના વર્ષમાં ઈન્ટરિમ બજેટ રજૂ કરવાની પરંપરા ચાલું છે. લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર જૂલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરશે. આર્થિક સર્વે પણ જૂલાઈમાં રજૂ કરવામાં આવશે.

ઈન્કમ ટેકસ છૂટની સીમા વધે તેવી શકયતા

ઈન્ટરિમ બજેટમાં અત્યાર સુધીમાં એવી પરંપરા રહી છે કે ઈન્કમ ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ મોદી સરકાર આ પરંપરાને બદલી શકે છે. તે જોતા લાગી રહ્યુ છે કે ઈન્કમ ટેકસ છૂટની સીમા વધારવામાં આવી શકે છે. તેની લિમિટ હાલ 2.5 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. મહિલાઓ માટે આ સીમા 3.25 લાખ રૂપિયા થઈ શકે છે. આ સિવાય ખેડૂતો માટે વિશેષ પેકેજ સહિત બીજી જાહેરાતો થાય તેવી પણ શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.