પોરબંદરની સરકારી હોસ્પિટલના પી.આઈ.યુ. વિભાગની ઘોર બેદરકારીઓ જોવા મળે છે. હાલ હોસ્પિટલની સામેના ભાગમાં કવાર્ટરની જર્જરીત દિવાલને લઈને ત્યાંથી પસાર થતા લોકો ભય સેવી રહ્રાા છે. તેમ છતાં પી.આઈ.યુ. વિભાગની ઉંઘ ઉડતી નથી.
પોરબંદરમાં સરકારી હોસ્પિટલના સામેના ભાગમાં કવાર્ટરની દિવાલ ખૂબ જર્જરીત હાલતમાં જોવા મળે છે. શહેરની પ્રખ્યાત એક ખાનગી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર આ જર્જરીત દિવાલને લઈને અહીંથી પસાર થતા વાહનચાલકો સહિતના લોકો ભય સેવી રહ્રાા છે. આ જર્જરીત દિવાલ અંગે અનેક વખત રજુઆત કરાઈ હોવા છતાં પી.આઈ.યુ. વિભાગની ઉંઘ ઉડતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરની સરકારી હોસ્પિટલનું પી.આઈ.યુ. વિભાગ અનેક વિવાદોમાં સપડાઈ રહ્રાું છે. હોસ્પિટલમાં ચાલતા બાંધકામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અનેક આક્ષોપ અને અનેક રજુઆતો થઈ હતી. તેમ છતાં ઉંઘ ઉડતી નથી. ત્યારે હોસ્પિટલમાં થઈ રહેલા બાંધકામમાં પી.આઈ.યુ. વિભાગ દ્વારા કોન્ટ્રાકટરો સાથે મીલી ભગત કરી લઈ પૈસાની લેતી-દેતી કરી નબળી ગુણવતાનું કામ ચલાવી લેવામાં આવતું હોવાની ચોતરફ જોવા મળી રહી છે, ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાાએથી તપાસ થાય તે જરૂરી બન્યું છે.