1979ની મચ્છુ પુર દુર્ઘટના બાદ મચ્છુ નદી ઉપર બાંધેલા ઐતિહાસિક પુલ તૂટવાની દુર્ઘટનાએ મોરબી પર બીજી વખત આ દુર્ઘટના રૂપી કાળચક્ર ફરી વળ્યું છે. ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારની સાંજે અંદાજે 6 વાગ્યે ઝૂલતો પુલ તૂટતા અંદાજે 500 લોકો નદીમાં ડૂબ્યા હતા. ઘટના સર્જાયા બાદ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ સવારે પણ તે યથાવત રહ્યું હતું. ઘટના સર્જાયા બાદ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ સવારે પણ તે યથાવત રહ્યું હતું. એક પછી એક નીકળતી લાશ અને એમ્બ્યુલન્સના સાયરનથી મચ્છુ ઘાટ ઉપર કાળજું કપાવી દેનારો સન્નાટો છવાયો હતો.
મોરબીમાં આ દુર્ઘટના ઘટ્યા પહેલા એક જાગૃત નાગરિક દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. જો આ વ્યક્તિની વાત માનવામાં આવી હોત તો આજે મોરબીમાં મોતનો તાંડવ ન સર્જાયો હોત.મળતી માહિતી મુજબ આ જાગૃત નાગરિક જામનગરનો હતો. તેના દ્વારા બપોરના 4 વાગ્યે મૌખિક રજૂઆત કરી ચેતવણી આપવામાં આવી હતી.
તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે , ‘આ પુલ પર એકપણ જાતની સલામતી ના સાધનો રાખવામાં આવ્યા ન હતા. કેપેસીટી કરતા વધુ લોકો આ બ્રિજ પર એકઠા થયા હતા. અમુક શખશો દ્વારા પુલ ને ડેમેજ કરવામાં આવતો હોવા છતાં પુલના સતાધિશો/સંચાલકો દ્વારા કોઈપણ પગલા લેવામાં આવ્યા નહોતા. મૌખિક રજૂઆત બાદ પણ વાત ધ્યાને ના લેતા આ દુર્ઘટના બની હતી. હાલ આ બાબતે ખુદ જાગૃત નાગરિક વિજયભાઈએ દુઃખ વ્યક્ત કરે છે.