ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત
રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના તમામ માર્ગો પર પડેલા ખાડાઓ દિવસ આઠમાં પુરવામાં આવશે તેવી નાયબ મુખ્યમંત્રીએ ખાત્રી આપી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત પડી રહેલા વરસાદના કારણે મોટા ભાગના રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્યના ધોરીમાર્ગ, પંચાયતનાં રોડ સહિતના રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડ્યા છે તેનાં કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોની સમસ્યા ને સમજી રાજુલા નાં યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાના નેશનલ હાઇવે, સ્ટેટ હાઈવે તથા માર્ગ અને મકાન વિભાગ પંચાયત તથા રાજ્ય નાં રોડ પર ખાડાઓ પુરવા માં આવે જેથી વાહનચાલકોને રાહત મળે ત્યારે આ અંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા ખાત્રી આપતા જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારનાં તમામ રસ્તાઓ પર પડેલા ખાડાઓ ૮ દિવસ માં પુરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય દ્વારા જણાવ્યું કે આશા રાખું છું કે સરકાર બોલેલું પાળી બતાવશે. હવે આગામી અઠવાડિયામાં આ વિસ્તારના લોકોની સમસ્યા હલ થાય છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.