“સામ પિત્રોડાને ૪૨ ભારતીય જવાનો શહીદ થયાનું દુ:ખ નથી, એમને તો ભારતે પાકિસ્તાનમાં તબાહી મચાવ્યાનું દુ:ખ છે!

“એક સમયે દેશવાસીઓને પિત્રોડા માટે જે માન-સન્માનની લાગણી હતી એ હવે પૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગઈ છે; લોકો પિત્રોડા માટે ગર્વ લેતા હતા હવે શરમ અનુભવી રહ્યા છે

કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિના સભ્ય સામ પિત્રોડાએ કરેલા અત્યંત બેજવાબદારીભર્યા નિવેદન સામે ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, એક ટેકનોક્રેટ તરીકે દેશવાસીઓને સામ પિત્રોડા માટે જે માન, સન્માનની લાગણી હતી ઈ એ પૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગઈ છે.પિત્રોડાએરાહુલ ગાંધીની હાજરીમાં એવુંકહ્યું હતુંકે, “પુલવામા જેવા હુમલાઓ તો થતા રહે… આપણે પાકિસ્તાન પર એટેક કરવાની જરૂર ન હતી! કેટલાક લોકોની ભૂલની સજા આખું પાકિસ્તાન ભોગવે એ વાજબી ન ગણાય! ધ્રુવે જણાવ્યું છે કે,એક સમયે દેશવાસીઓને પિત્રોડા માટે ગર્વ હતો પરંતુ,આજે શરમની લાગણી અનુભવી રહ્યા છે. હવે તો પ્રશ્ન એ થાય છે કે, સામ પિત્રોડા ભારતીય છે કે, પાકિસ્તાની? પુલવામાં જેવા હુમલાઓ થતા રહે, આપણે પાકિસ્તાન પર હુમલો કરવાની જરૂર નહોતી એવું કહીને પિત્રોડા શું સાબિત કરવા માગે છે?

એક વિસ્તૃત નિવેદનમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, અગાઉચૂંટણી સમયે કોંગ્રેસને મુલ્લા-મૌલવીઓ પર જપ્રેમ ઊભરાઈ આવતો હતો પરંતુ,આ વખતે તો કોંગ્રેસ અને તેના નેતાઓને પાકિસ્તાન અને તેના મસુદ અઝહર, હાફિઝ સઈદ જેવા કુખ્યાત ત્રાસવાદીઓ પર પણજે અગાધ પ્રેમ ઊભરાઈ રહ્યો છે એ જોતાં લાગે છે કે, કોંગ્રેસ જો કદાચ સત્તા પર આવશે તો ભારત દેશને જપાકિસ્તાનમાં ભેળવી દેશે!

કોંગ્રેસના મણિશંકર ઐયર, દિગ્વિજયસિંહ,સામ પિત્રોડા, સલમાન ખુરશીદ સહિતના નેતાઓ પાકિસ્તાન તરફી કોઈ અભિપ્રાય કે નિવેદન આપે કે, મુસ્લિમ તુષ્ટિકરણનો પ્રયાસ કરે અનેતેની સામે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ પર પસ્તાળ પડે ત્યારે કોંગ્રેસના સત્તાવારપ્રવકતાઓ આવા નિવેદનો એ તેમના અંગત અભિપ્રાય છે અને કોંગ્રેસને તેની સાથે કોઈ લેવાદેવા નથી એવું જાહેર કરે છે.આરીતે કોંગ્રેસના નેતાઓ મુસ્લિમ સમુદાયને ખુશ રાખે છેઅને હિન્દૂ સમાજનાં તીવ્ર પ્રત્યાઘાત આવે તો કોંગ્રેસને તેની સાથે કોઈ લેવાદેવા નથી એવું જાહેર કરીને મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ પર ઢાંક-પિછોડો કરે છે; પરંતુ, દેશવાસીઓ હવે કોંગ્રેસની આ ડબલ ગેમ રમવાની પ્રયુક્તિ ઓળખીગયા છે અને તેનો અસલી ચહેરો શું છે તે સુપેરેપામી ગયા છે અને તેનો જડબાતોડ જવાબ આગામી ચૂંટણીઓમાં આપશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલાં, સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. હવે ગાંધી પરિવાર સાથે ઘરોબો ધરાવતા ટેકનોક્રેટ અને કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિનાઅગ્રણી સામ પિત્રોડાએ પણ અત્યંત બેજવાબદાર નિવેદન આપ્યું છે.

ધ્રુવે સામ પિત્રોડાના વિધાનો સામે વાંધો ઉઠાવતાં કહ્યું છે કે,ત્રાસવાદી હુમલાઓ માટે પાકિસ્તાન જવાબદાર ના હોય તો તે ખૂંખાર ત્રાસવાદીઓને પ્રોત્સાહન અને આશ્રય શા માટે આપે છે? શા માટે પાકિસ્તાનની ધરતીનો ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે દૂરુપયોગ થવાદે છે? પુલવામાના ખોફનાક ત્રાસવાદી હુમલામાં ભારતના ૪૨ જવાનોનો ભોગ લેવાયો તેનું કોઈ દુ:ખ પિત્રોડાને નથી. તેમને તો ભારતની સર્જીકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં તબાહી મચ્યાનું દુ:ખ છે!! એક ભારતીય તરીકે આ કઈ પ્રકારની માનસિકતા છે? શું પિત્રોડા ખરેખર ભારતીય છે કે, પાકિસ્તાની એવો પ્રશ્ન કોઈપણ ભારતીયને થાય એ સ્વાભાવિક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.