જામનગર જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગના નબળા કામની ફરિયાદ

સિંચાઈ વિભાગનાં અધિકારીઓ શા માટે કામનું ઈન્સ્પેકશન કરતા નથી? શા માટે  કોન્ટ્રાકટરને  છાવરે છે ? તેવા આક્ષેપો કરતા ગ્રામજનો

જામનગર જિલ્લા પંચાયતનાં કામોમાં કોઈ જ ઢંગધડો હોતો નથી એવી ચર્ચા અને રજૂઆતો વારંવાર ઉઠતી રહે છે, જો કે અધિકારીઓ આ બાબતો પ્રત્યે ખાસ ગંભીર ન હોવાની સ્થિતિ હોવાથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

જામનગર જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગ દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ નજીક ડેમ સાઈટ પર એક કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી એવું ગ્રામજનો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે. જો કે આમ છતાં આ કામનાં કોન્ટ્રાકટર નિશ્ચિંત છે ! કેમ કે, ગ્રામજનોની નારાજગી છતાં સિંચાઈ વિભાગ આ અંગે ગંભીર ન હોવાની સ્થિતિ જોવા મળી રહી છે !

પીપરટોડા ગામ નજીક આવેલાં ડેમનો પાળો વ્યવસ્થિત કરવા માટેનું કામ સિંચાઈ વિભાગ દ્વારા એક કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ કામ નિયત સ્પેસિફિકેશન મુજબ કરવામાં આવ્યું નથી એવી સ્પષ્ટ રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. આ કામમાં આટલી અનિયમિતતા વિભાગ દ્વારા શા માટે ચલાવી લેવામાં આવી છે ?! એ પણ રહસ્ય છે.

ગ્રામજનો કહે છે : ડેમનાં પાળા પર યોગ્ય ગુણવત્તા ધરાવતી માટી પાથરવામાં આવી નથી. માટી પૂરતાં પ્રમાણમાં પાથરવામાં આવી નથી. કાંકરી પણ પૂરતાં પ્રમાણમાં પાથરવામાં આવી નથી. પાળા પર ચીકણો કાદવ થાય છે. ખેડૂતો અને ગ્રામજનોનાં વાહનો લપસી જાય છે. લોકોને આથી ડેમમાં પડી જવાની બીક રહે છે. વાહનો સ્લીપ થતાં હોવાથી ગંભીર અથવા જીવલેણ અકસ્માતની પણ શક્યતા છે તેથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાળા પર ચીકણી માટી પાથરવામાં આવી છે જેથી વાહનો હંકારવા જોખમી બની ગયું છે.

આ ઉપરાંત પાળાની બંને તરફ બાવળો ઉગી નીકળ્યા છે. આ કોન્ટ્રાકટરને ડેમ સાઈટ પરથી બાવળો દૂર કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે. આમ છતાં કોન્ટ્રાકટર દ્વારા બાવળો હટાવવાની કામગીરી કરવામાં આવી નથી. કોન્ટ્રાકટરના આ કામમાં કોઈ જ ભલીવાર ન હોવા છતાં સિંચાઈ વિભાગ આ કામ અંગે ગંભીર જણાતો નથી ! જેને પરિણામે આ કામમાં કરદાતા નાગરિકોનાં નાણાંનો વેડફાટ થયો છે. આ સ્થિતિ છતાં સિંચાઈ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી લોકો સિંચાઈ વિભાગને શંકાની દ્રષ્ટિએ નિહાળી રહ્યા છે.

ત્યારે પીપરટોડા ડેમનાં પાળા અંગેની કામગીરી શા માટે યોગ્ય રીતે થઈ નથી ? કામનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું કે કેમ ? કોન્ટ્રાક્ટરને બિલનાં નાણાં ચૂકવાઈ ગયા છે કે કેમ ? ગ્રામજનોએ આ કામ અંગે કોઈ રજૂઆત કરી હતી કે કેમ ?! વગેરે પ્રશ્નોનાં સત્તાવાર ખુલાસા મેળવવા અને અત્રે લખવા માટે  ’અબતક’ દ્વારા જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગનાં મુખ્ય અધિકારી ખાંટનો સંપર્ક કરવા માટે એક કરતાં વધુ વખત કોલ કરવામાં આવ્યા હતાં પરંતુ કોઈ કારણસર તેઓ દ્વારા ફોન રિસિવ કરવામાં આવ્યા નથી. આ અધિકારી કોઈનાં પણ ફોન રિસિવ કરતાં નથી એવી ફરિયાદ વારંવાર સાંભળવા મળી રહી છે !

Screenshot 4 26  કોન્ટ્રાકટરએ કરેલ કામગીરી માટે અધિકારીને ફોન કરતા રિસિવ કરતા નથી: ખેડુત ચંદ્રેશ પરમાર

અબતક સાથેની વાતચીતમાં ખેડુત ચંદ્રેશ પરમારએ જણાવ્યું હતુકે સિંચાઈ વિભાગ  દ્વારા પીપરટોડા ડેમ સાઈટ પર  પાળો વ્યવસ્થિત  કરવા માટેનું કામ  કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતુ.

પરંતુ જે  પાળાનું કામ થયુંહોય તેવું  સહેજ પણ દેખાતું નથી. અમે સિંચાઈ વિભાગના  અધિકારી ખાંટને ફોન કરીને  થાકયા પરંતુ સાહેબ ફોન ઉપાડતા નથી.

Screenshot 5 21

કોન્ટ્રાકટરે  મોરમની જગ્યાએ ચિકણી માટી પાથરી:  ખેડુત  પિયુષ  કાછડીયા

અબતક સાથેની વાતચીતમાં ખેડુત પિયુષ  કાછડીયાએ જણાવ્યું હતુકે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વાા રૂ. અઢીથી ત્રણ લાખના  ખર્ચ ડેમનાં પાળાનું કામ કોન્ટ્રાકટરને  આપવામાં આવેલું છે પરંતુ અહી કોઈ કાઈ થયું હોય તેવું દેખાતુ નથી. મોરમની  જગ્યાએ ચિકણી માટી  પાથરવામાં આવી છે જેને કારણે ત્યાંથી નિકળતા વાહનો સ્લીપ થઈ જાય છે.ખેડુતો અને  ગ્રામજનોએ તરફથી વાહન લઈને   નિકળતા  ડરે છે.

Screenshot 6 21કોન્ટ્રાકટરે ચાર-પાંચ દિવસમાં  જેમ તેમ કામ પતાવી દીધું: ખેડુત નરશીભાઈ કણઝારીયા

અબતક સાથેની વાતચીમાં ખેડુત નરશીભાઈ કણઝારીયાએ  જણાવ્યુ હતુકે   પીપરટોડા ડેમ સાઈટ પર પાળા બાંધવાના કામમાં કોન્ટ્રાકટરે માણસો મોકલ્યા હતા તેઓએ ચાર પાંચ દિવસમાં  જેમ તેમ કામ પતાવીને  નીકળી ગયા હતા  કામમાં કોઈ ભલીવાર  કર્યો નથી. નકામા કામો કાપ્યા નથી.

ચીકણી માટી પાળા પર નાંખી દીધી છે.અમારે જીવના જોખમે  પાળાપર વાહનો લઈને નીકળવું પડે છે. વાડીએ આવવા જવામાં  તકલીફ પડે છે.

Screenshot 7 13અધિકારી એક વખત પણ સ્થળ તપાસ કરવા નથી આવેલ: ખેડુત કિશોરભાઈ કણઝારીયા

અબતક સાથષની વાતચિતમાં ખેડુત કિશોરભાઈ  કણઝારીયાએ  જણાવ્યું હતુકે,  કોન્ટ્રાકટરને કામ આપ્યું ત્યારથી જ  વ્યવસ્થિત  રીતે કામગીરી કરેલ નથી. ડેમનાં પાળા પર  તેમને ધોરી, ચીકણી નાખીને જતા રંહ્યા છે.  કોન્ટ્રાકટરે પાળાની આસપાસ  નકામા ઝાડ, બાવળને કાપ્યાનથી.  કોન્ટ્રાકટરના આવા કામ હોય અધિકારીઓ એકવાર પણ સ્થળ તપાસ  કરવા આવ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.