ટ્રેકટરમાં ચાર કલાકમાં બેટરી ફુલ ચાર્જીગ થઇ જાય છે અને તે સાતથી દસ કલાક ચાલે છે
કાલાવાડ તાલુકાના પીપર ગામના ખેડુત મહેશભાઇ ભુત પોતાની આગવી કોઠાસુઝથી દિન-પ્રતિદિન ડીઝલ-પેટ્રોલના વધતા જતા ભાવ ના કારણે ખેતી ખર્ચ ઘટાડવાના હેતુથી ઇલેકટ્રીક બેટરી સંચાલીત પોતાની જાત મહેનતથી ટ્રેકટર બનાવ્યું જે ઇલેકટ્રીક બેટરી સંચાલીત ટ્રેકટરને જોવા માટે તાલુકાભરના ખેડુતો ઉમટી પડી રહ્યા છે.
મહેશભાઇએ ઇ-રીક્ષા કોર્ષ કરી ગર્વમેન્ટ એપ્રુવડ આઇ.એસ.ઓ. સર્ટીફીકેટ પણ પ્રાપ્ત કરેલ છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના દિન પ્રતિદિન ભાવ વધવાના કારણે છેલ્લા ત્રણ મહિના પહેલા ખેતીમાં ખર્ચ ઘટાડવાના ઉમદા હેતુથી તેઓને ઇલેકટ્રીક બેટરી સંચાલીત ટ્રેકટર બનાવવાનો વિચાર આવ્યો અને પોતાની કોઠા સુઝથી બેટરી સંચાલીત ટ્રેકટર બનાવ્યું અને તેમાં તેઓ ઉણા પણ ઉતરી આવ્યા. તેઓએ બનાવેલ ટ્રેકટર રર એચ.પી. જેટલી તાકાત ધરાવે છે. જેમાં 725ની બેટરી આવે છે જે બેટરીનું આયુષ્ય સાત હજાર કલાકનું છે. જેમાં આવેલા બેટરી લીપીયમ ગર્વમેન્ટ એપ્રુવડ બેટરી છે જેથી તેને વારંવાર બેટરી બદલવાની ઝંઝટ રહેતી નથી. જે બેટરી ચાર કલાકમાં ફુલ ચાજીંગ થઇ જાય છે અને સતત દશ કલાક સુધી ચાલે છે. આ ટ્રેકટર બનાવવામાં ભરપુર ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે તે ખેડુતના મોબાઇલ સાથે કનેકટ પણ થઇ જાય છે. જે મોબાઇલથી ટ્રેકટરની સ્પીડ વધ ઘટ પણ કરી શકે છે.
ખેતરમાં ખેડ કરતા સમયે ટ્રેકટર દબાતું હોય તો કરંટ વધારી શકાય છે જેથી ખેડ કરવામાં સરળ બને છે જેથી ખેડ કરવામાં સરળ બને છે અને બેટરી સંચાલીત હોવાથી પ્રદુષણ ફેલાતું નથી.
સાથે સાથે ડીઝીટલ ડીસ્પલે પણ ધરાવે છે. અને સાદુ સ્ટેરીંગ પણ ધરાવે છે. આ ટ્રેકટરથી ખેડુત પોતાના ખેતરમાં ખેતી કામમાં વાવણી, શાહની ખેડ, દાંતી, રાપ, પંચીયુ, પાછળ પીટીયો હોવાથી તમામ જણસીના પ્રેસરપણ ચલાવી શકાય છે.
કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડુત પુત્ર મહેશભાઇ કેશુભાઇ ભુતે પોતે પોતાના ગામ પીપર મુકામે જ પોતાની વાળી એ જ પોતાની કોઠાસુઝથી બનાવેલ છે જે ટ્રેકટરનું નામ પણ (વ્યોમ) નામ પણ આપેલ છે. આ બેટરી સંચાલીત ટ્રેકટર જોવા મળે તાલુકાભરના ખેડુતો જોવા માટે ઉમટી પડી રહ્યા છે. આ બેટરી સંચાલીત ઇલેકટ્રીક ટેકટર જોવા કે માહીતી મેળવવા માંગતા ખેડુતો માટે તેમના મો. નં. 83207 90363 – 99799 32332 ઉપર સંપર્ક કરીવધુ વિગત મેળવવા આહવાન કરેલ.
ડીઝલ ટ્રેકટરના ખર્ચ પ્રમાણે સાવ સસ્તુ
એક કલાકે 100 થી 1રપ સુધિનો ખર્ચ લાગે છે કારણ કે તેમાં ઓઇલ-ડીઝલ સહીતનો વેરેન્ટેઝ ખર્ચ વધુ લાગે છે. જયારે આ બેટરી સંચાલીત ટ્રેકટરમાં ખેડુતને દર એક કલાકે માત્રને માત્ર 1પ થી 30 રૂપિયાનો જ ખર્ચ લાગે છે. જેથી તેનો ખેતી ખર્ચ ઓછો લાગે છે હાલના વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ જોતા આ બેટરી સંચાલીત ટ્રેકટર સાવ સસ્તુ અને બિન ખર્ચાળ થાય છે આ બેટરી સંચાલીત ટ્રેકટર હાલ અંદાજીત સાડા પાંચ લાખ રૂપિયાની આજુબાજુમાં પડતર કિંમતમાં થાય છે. પરંતુ જો સરકાર આ બેટરી સંચાલીત ટ્રેકટરમાં સબસીડી જેવી યોજનાઓ લાગુ કરે તો આ ટ્રેકટર ત્રણ થી સાડા ત્રણ લાખમાં ખેડુતને પડતર કિંમતમાં પડે તો ખેડુતને સારો લાભ મળવા પાત્ર છે.