૪૦ વર્ષ પૂર્વે ફિટ કરવામાં આવેલી જુની પ્રિટ્રેસ મેઈન પાઈપલાઈનમાં

ભંગાણ સર્જાતા રીપેરીંગની કામગીરીમાં પણ અનેક વિઘ્નો

શહેરના પંચવટી સોસાયટી મેઈન રોડ પર ગઈકાલે રાત્રે પાણી વિતરણની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે આજે ન્યારી ઝોન હેઠળ આવતા ૩ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. ૪૦ વર્ષ જુની પ્રિ-ટ્રેસ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે રીપેરીંગની કામગીરીમાં પણ અનેક વિઘ્નો સર્જાયા હતા. ૩ વોર્ડના અનેક વિસ્તારોમાં નિર્ધારીત સમય કરતા ૧૨ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

ન્યારી ઝોન હેઠળની ૭૦૦ એમએમની જુની પ્રિ-ટ્રેસ પાઈપલાઈનમાં ગઈકાલે રાત્રે ભંગાણ સર્જાતા મહાપાલિકા દ્વારા એવી જાહેરાત કરી દેવામાં આવી હતી કે આજે ન્યારી ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૨,૮ અને ૧૧ના આત્મીય કોલેજથી લઈ મહિલા કોલેજ અંડરબ્રિજ સુધીના વિસ્તારો કે જયાં ન્યારી ઈએસઆર-જીએસઆરથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં પાઈપલાઈનનું રીપેરીંગનું કામ પૂર્ણ થયા બાદ પાણી વિતરણ કરાશે.

આ વિસ્તારોમાં વહેલી સવારે ૫ વાગ્યાથી વિતરણ શ‚ કરી દેવામાં આવે છે. જે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું છે તે પાઈપલાઈન મહાપાલિકા દ્વારા ૪૦ વર્ષ પૂર્વે ફિટ કરવામાં આવી હતી. આ પાઈપલાઈન સિમેન્ટની હોવાના કારણે આજે રીપેરીંગમાં પણ ઘણી અડચણ ઉભી થઈ હતી. સિમેન્ટના નવા જોઈન્ટસ બનાવાયા બાદ રીપેરીંગની કામગીરી શ‚ કરવામાં આવી હતી. સિમેન્ટના જોઈન્ટસ ફીટ કરાયા બાદ તેને સુકાવવા તેવામાં પણ ખાસો સમય પસાર થઈ ગયો હતો. જેના કારણે વોર્ડ નં.૨,૮ અને ૧૧ના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા ૧૨ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.