હજારો ટન ગેસ ભરેલા ટાંકાઓ પડયા રહેવાથી અકસ્માતનો ભય
રાજુલાના વિશાળ દરિયાકાંઠે આવેલા પીપાવાવ પોર્ટની અંદર આવેલી Agis Ges, IMCકેમીકલ્સ તથા ગલ્ફ ગેસ કંપનીઓ દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં ટન મોઢે ટાંકાઓ મારફત પીપાવાવ પોર્ટમાંથી ગેસ ભરી ભરીને સેફટી અને એકપ્લોજીવ કામદાઓનો ભંગ કરીને મોટા મોટા ટાંકાઓ હજારો ટનના ભરેલા રાખવામાં આવે છે. અને પુરતા પ્રમાણમાં સેફટીના નિયમોનું પણ પાલન કરવામાં આવતું નહી હોવાનું લોકો દ્વારા કહેવામાં આવી રહેલ છે.
તેમજ આ અંગેની એકસપ્લોજીવ વિભાગ વડોદરાને પણ સ્થાનીક સંસ્થાને રજુઆત કરેલ હોવાનું જાણવા મળેલ છે. બીજી સૂત્રો પાસેથી જાણવા મળેલ હકીકત મુજબ એજીસ ગેસ કંપની દ્વારા ગેસના ટેન્ક અને કેમીકલ્સના ટેન્કો એક સાથે રાખે છે જે કાયદાની વિરુઘ્ધ હોવાનું નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવેલ છે. તેમજ નિષ્ણાતો દ્વારા એવું પણ જણાવવામાં આવેલ છે કે જો આ ગેસના ટેન્કો કયારેય પણ સળગે તો આજુબાજુના એરીયા માં અફડા તફડી સર્જાઇ શકે છે. તેમજ રાત્રીના સમયે ગેસના ટેન્કરો નહી ભરવાના નિયમોનો પણ ઉલાળીયો આવી ગેસ કંપનીઓ કરી રહી હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવેલ છે.
તેમજ આ અંગે અમરેલી અને ભાવનગર જીલ્લાના લોકોમાંથી ઉકેલ પ્રશ્ન મુજબ પીપાવાવ પોર્ટમાં આવેલી ગેસની વિવિધ કંપનીઓમાંથી રાજકોટ અને ભાવનગર સુધી મોટા મોટા ટેન્કરો માં ગેસનું મોટા પ્રમાણમાં વહન કરીને હાલતા ચાલતા બોમ્બ ની જેમ ગમે ત્યારે બ્લાસ્ટ થાય તેવી સંભાવના છે અને તેને કારણો મોટી જાન હાની થવાની પુરી સંભાવના છે. તો શું? આવી જાનીહાની થાય તેની રાહમાં છે? અને આવી જાનહાની થાય તેના માટે જવાબદાર કોણ?