દરિયાઈ સીમા સુરક્ષા અર્થે પેટ્રોલિંગ કરતા મરીન કમાન્ડોએ અકબરી નામની બોટનું લોકેશન મેળવી બોટનું રેસ્કયુ કરી દરિયાકિનારે પહોંચાડયો છે. પીપાવાવ મરીન કમાન્ડોએ ૧૦૮ જેવું કાર્ય કર્યું છે. કાલે સવારે ૯:૩૦ વાગ્યે મળેલ મેસેજ મુજબ પીપાવાવ પોર્ટથી ૩૦ નોટિકલ માઈલ દુર અકબરી નામની બોટમાં બોટ માસ્ટર (ટંડેલ)ને એટેક આવતા ગંભીર તબિયત હોય તેવો મેસેજ કોસ્ટ ગાર્ડને આપેલ સદર મેસેજ કોસ્ટગાર્ડ મરીન કમાન્ડોને પાસ કરતા દરિયાઈ સીમાની સુરક્ષા અર્થે પેટ્રોલિંગમાં મરીન કમાન્ડોની એક હિટ ટીમ હોય હિટ ટીમ કમાન્ડર નરેશ કથીરિયાનાઓએ આ અકબરી નામની બોટનું લોકેશન લઈ લોકેશન સ્થળે પહોંચી માછીમારોને મરીન કમાન્ડોની બોટમાં લઈ કિનારે પહોંચાડી જીવ બચાવેલ છે. હિટ કમાન્ડર નરેશ કથીરિયાની સાથે હિટ કમાન્ડો પ્રહલાદસિંહ ચૌહાણ, દિનેશભાઈ ચૌહાણ, નરેશભાઈ સાગઠીયા, મહેશ મજેઠીયા, પ્રતાપ સોલંકી તેમજ બોટ માસ્ટર શબ્બીર તેમજ બોટનો સ્ટાફ જેઓએ કામગીરી કરેલ છે. દરિયાઈ સીમાની સુરક્ષાની સાથે માછીમારોનો જીવ બચાવતા મરીન કમાન્ડો દરિયામાં પણ ૧૦૮ જેવી કામગીરી કરે છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો