શહેરના ૨૫-જાગનાથ પ્લોટ ખાતે પાયોનીયર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તથા દર્દીઓને સસ્તાદરે સારવાર મળી શકે તે ઉદ્દેશ્યથી આ હોસ્પિટલની શ‚આત કરવામાં આવી છે.આ હોસ્પિટલની શરૂઆત રાજકોટના જાણીતા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. તથા આ હોસ્પિટલમાં દર્દીઓને સસ્તાદરે ન્યુરો સર્જરી થઈ શકે તે ઉદ્દેશ્યથી શ‚આત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં આધુનિક યંત્રો તથા નિષ્ણાંત ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે.આ હોસ્પિટલની ખાસિયતો વિશે જણાવતા પાયોનિયર હોસ્પિટલનાં મેનેજીંગ ડિરેકટર તથા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આ હોસ્પિટલ મધ્યમવર્ગના લોકો માટે છે તથા એક અત્યંત આધુનિક કેન્દ્ર છે. જેમાં ૧૭ બેડની સુવિધા છે તથા ફેસિલિટીઝ ધરાવતું આઈ.સી.યુ.ની સુવિધા પણ રાખવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે