વિધાનસભા ચૂંટરી નજીક છે ત્યારે જિલ્લાસ્તરે ટીમને મજબૂત બનાવવા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે પિનલબેન ધર્મેશભાઈ સાવલીયાની વરણી કરી છે. પિનલબેન સાવલીયા વ્યવસાયે વકિલ છે. તેઓ સમાધાન પંચ દ્વારા મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની સેવાકિય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ ઉપરાંત સેવાકિય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ સાવલીયા પરિવારમાં મહિલા પ્રમુખની જવાબદારી પણ નિમાવી રહ્યાં છે. આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન તેમણે કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાનું લક્ષ્ય હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ત્યારે ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં બે અને શહેરમાં એક એમ કુલ ત્રણ મહિલાને કોંગ્રેસ ટિકિટ આપશે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભામાં પિનલબેનને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ ઓફર કરવામાં આવી હતી.આજે ‘અબતક’ સાથે મુલાકાત સમયે સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજા પણ હાજર રહ્યાં હતા.
Trending
- અંજાર : તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાયો
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી
- Realme એ એવો તો કેવો ફોન લોન્ચ કર્યો કે જેનાથી તમે પાણી માં ફોટો પાડશો તો પણ ફોટો ક્લીયર આવશે
- લવ બર્ડ્સ મલ્હાર-પૂજા લગ્નના તાંતણે બંધાઇ ગયા,જુઓ સુંદર તસવીરો
- સુરત એરપોર્ટ ખાતે જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ
- ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા ગાંધીનગર ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ