શિયાળાની ગુલાબી ઠંડીનો આરંભ થઈ ગયો છે. અને વહેલી સવારે તેમ જ સાંજે ગરમ કપડાં કે શાલની જરૂર પાડવા લાગી છે. પરંતુ આ સીઝનમાં મોટાભાગના લોકો એમ માનવા લાગે છે કે ગરમ સ્વેટર કે જેકેટ સાથે ફેશનેબલ વસ્ત્રો પહેરવાની શું મઝા? જો કે આ વાત સાચી નથી.

તમે શિયાળા માં ફેશન અનુસાર કપડાં પણ પહેરી શકો છો અને ગરમ કપડાં પણ. ઠંડીની આ મોસમમાં પાયજામાનો ટ્રેન્ડ યથાવત્ રહેશે. પણ પ્લેન પાયજામા નહીં હળવી પ્રિન્ટની ઘેરા રંગની બોટમ સાથે થોડી અલગ પ્રિન્ટવાળી અને નોખા કલરની કુરતી પહેરો. તેમાં સરસ મઝાના બટન નખાવો. તેનું કલર એવું હોવું જોઈએ કે તે નાઈટ ડ્રેસ જેવું ન લાગે. આવા ડ્રેસ ઉપર ગરમ જેકેટ એકદમ મસ્ત લાગે છે.

Untitled 1 54જેમને કાઉલ નેકના ટોપ પહેરવાનું ગમતું હોય તે શિયાળામાં કાઉલ નેકનું સ્વેટર પહેરવાની તક ઝડપી લઈ શકે. આવું સ્વેટર એકદમ સ્ટાઈલીશ દેખાય છે અને ટાઢથી સુરક્ષા આપે છે. આવા સ્વેટર પેસ્ટલ રંગોમાં ખૂબ સુંદર દેખાય છે. આજની તારીખમાં પુરુષોમાં નારંગી કલરની ફેશન પૂરબહારમાં ખીલી છે. એટલે આખી કફવાળી બાંય અને બંધ ગળાનો લોંગ કુરતો અથવા સ્વેટર પહેરો. હા, આ રંગના કુરતા કે સ્વેટર સાથે બાકીના વસ્ત્રો હળવારંગના પહેરો. તમે ચાહો તો ઓરેન્જ કલરના મોજાં પણ પહેરી શકો છો. ઠંડીની ઋતુમાં જેમ સવાર-સાંજ એકદમ ઠંડી લાગે છે અને બપોર થોડી ગરમ કે હુંફાળી વર્તાય છે તેમ તમે પણ તમારા વસ્ત્રોમાં બે જાતની ચિત્રવિચિત્ર દેખાય એવી પ્રિન્ટનું ફ્યુઝન કરી શકો છો. જેમકે પક્ષીની પ્રિન્ટવાળી બોટમ પર સ્ટ્રાઈપ્સવાળું ટોપ પહેરો. અથવા સ્ટ્રાઈપ્સવાળી ટાઈટ પેન્ટ સાથે સાઈકલ કે સ્કુટરની પ્રિન્ટવાળું ટોપ પહેરો.

Untitled 1 55હા, સ્ટ્રાઈપ્સવાળી બોટમ જો ટાઈટ ફીટીંગની નહીં હોય તો નાઈટ ડ્રેસ જેવી દેખાશે. બોલ્ટેડ જેકેટનો દેખાવ એકદમ અનોખો લાગે છે. તેથી બેલ્ટવાળો મિડ-થાઈ કોટ ખરીદો. આપણે ત્યાં પડતી ઠંડી માટે આટલી લંબાઈવાળો કોટ પૂરતો છે. વળી આટલી લંબાઈવાળા જેકેટમાં તમે સ્લીમટ્રીમ દેખાશો. બેલ્ટવાળા કોટમાં મસ્ટર્ડ યેલો કલર ખૂબ સુંદર લાગે છે. ઘેરા રંગની પ્લાઝો પેન્ટ અથવા મધ્યમ લંબાઈનો આખી બાંયવાળો મેક્સી ડ્રેસ આ સીઝનમાં ઈન છે. પ્લાઝો પેન્ટ સાથે ફુલ સ્લીવ્ઝનું રાઉન્ડ કોલરવાળું ટાઈટ ટી-શર્ટ અથવા આવી પેટર્નનું સ્વેટર પહેરો. ઠંડીની મોસમમાં ફુલ સ્લીવ્ઝના શર્ટ એકદમ હુંફાળા લાગે તે સ્વાભાવિક છે. પરંતુ આવા શર્ટ કાયમ ફેશનમાં રહેતા હોવાથી કાંઈક નવું કરવા માટે તેના ઉપર પેસ્ટલ કલરનું ક્રોપ ટોપ પહેરો.

0 5

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.