ભારતીય રિઝર્વ બેંકએ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. RBIએ કહ્યું, ‘વિડ્રોલ પ્રોસેસનો નિર્ધારિત સમય સમાપ્ત થઈ ગયો છે. સમીક્ષાના આધારે, 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની તારીખને 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ, આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ એક સર્ક્યુલર જારી કરીને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવા માટે કહ્યું હતું. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ પછી પણ 2000 રૂપિયાની નોટ કાયદેસર રહેશે. RBI અનુસાર, 31 ઓગસ્ટ, 2023 સુધીમાં 3 હજાર 56 અબજ રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે.