૩૫૦ વર્ષથી યુરોપીયન ઈતિહાસનો સાક્ષી રહી ચુકયો છે બહુમુલ્ય હીરો
‘પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે’ એમ ગરીબથી લઈને અમીરનું પણ સપનું હોય છે કે એક વખત તેઓ સાચા ડાયમંડને હાથમાં લઈ નિહાળી શકે. ત્યારે આપના સુરતમાં પણ હિરાનો બિઝનેસ ધમધમાટથી ચાલે છે પરંતુ અમેરિકામાં પીંક લીગેસી નામના ડાયમંડે હિરા ઉધોગના તમામ રેકોર્ડ તોડતા તેની સૌથી વધુ ઉંચી કિંમતે નિલામી કરવામાં આવી છે.
તમને માનવામાં નહીં આવે પરંતુ આ બહુમુલ્ય હિરાની કિંમત રૂ.૩૬૦ કરોડ છે. જેની અમેરિકન માર્કેટમાં ૫૦ મિલિયન ડોલરની કિંમત છે. પ્રતિ કેરેટની કિંમત મુજબ આ હિરાની નિલામીએ વિશ્વના તમામ રેકોર્ડ તોડયા છે.
પીંક લીગેસી નામનો આ હિરો ૧૯ કેરેટનો છે. જેને બ્રેન્ડ હેરી વીસ્ટન નામના હિરાના વેપારી દ્વારા ખરીદવામાં આવ્યો છે. સૌથી ચમકદાર અને રોયલ પીંક લીગેસી ડાયમંડ ધ ડિયર્સ ખનન કંપની ચલાવનારા ઓપેહાઈમર પરીવારની સંપતિ એક સમયે રહી ચુકયો છે.
એક આયાતકારને દક્ષિણ આફ્રિકાની ખીણમાંથી ૧૦૦ વર્ષ પહેલા આ હીરો મળી આવ્યો હતો. કહેવાય છે કે ૧૯૨૦ થી પીંક લીગેસી એક અનકટ ડાયમંડ છે. લે બ્રાન્ડ માઝારેનને ૧૬૬૧માં ફ્રાંસના રાજા લુઈ ચૌદહને ભેટમાં આપ્યો હતો ત્યારબાદ જે કોઈ ફ્રાંસના રાજા તરીકે તાજપોશી કરવામાં આવે તેને આ હિરો પારીવારીક સંપતિ તરીકે આપવામાં આવતો હતો.
આ હીરો સુંદરતાની ચીરકાલીન નિશાની છે જેને ફ્રાંસના ૭ રાજા અને રાણીઓના શાહી ખજાનાની શોભામાં અભિવૃતિ કરી છે. રસપ્રદ વાત તો એ છે કે ૩૫૦ વર્ષ સુધી પીંક લીગેસી યુરોપીય ઈતિહાસનો સાક્ષી રહ્યો છે. હળવા ગુલાબી રંગનો આ હીરાનો વજન ૧૮૨ કેરેટ હતો. સૌપ્રથમ આ હીરાનું નામ ‘દરીયા એ નુર’ રાખવામાં આવ્યું હતું.
દરિયાનો મતલબ સાગર અને નુર એટલે કે રોશની અર્થાત રોશનીનો સાગર ૧૭મી શતાબ્દીમાં ફ્રાંસના એક સોનીએ તેનું નામ તેવેનીએયર રાખ્યું હતું ત્યારબાદ આ પીંક ડાયમંડ ભારતના આંધપ્રદેશમાં પણ આવી ચુકયો છે. એવી જ રીતે આગ્રા અને અમદાવાદમાં ડાયમંડના વેપારી પાસે પણ ખુબ જ અમુલ્ય હીરો મળી આવ્યો હતો જે દુનિયાના ૧૪ સૌથી બેશકિંમતી હિરાની લીસ્ટમાં રહ્યો હતો.