લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ફુડ બજારમાં તાજા શાકભાજીની તો વણજાર રહે જ છે પણ હાલ, રંગબેરંગી શાકભાજીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોશ્યલ મિડિયા પર ગુલાબ કલરનું બ્યુટી ફૂલ ગોબીએ ધૂમ મચાવી છે. ઇન્સ્ટાગ્રામ પર તો ડીબેટ જામી છે. સૌ કોઇ આ ગુલાબી રંગના કોબીજથી આકર્ષિત થઇ રહ્યાં છે અને તેનો સ્વાદ ચાખવા આતુર થઇ રહ્યા છે.
આ ફૂલ ગુલાબી કલરના ગોબી જોવામાં એટલું સુંદર છે તો ખાવામાં પણ રસપ્રદ હશે જ આ ગોબી હાલ ઇટાલીમાં ઉગ્યું છે અને અમેરિકાના કેલીફોર્નિયામાં ટેસ્ટ માટે મોકલાયું છે. જણાવી દઇએ કે, ગુલાબી રંગથી આકર્ષિત કતુ આ ગોબી સ્વાદમાં થોડું મીઠું અને કડવું છે. જ્યારે આ ગોબીનો ઉગાડાય છે ત્યારે તેને રેતીથી ઢાંકી દેવામાં આવે છે જેથી સુર્યપ્રકાશ ગોબીના પાક સુધી પહોંચી ન શકે.
ઇટાલીના આ ગુલાબી ગોબીની અનેક રસપ્રદ ડીસીસ પણ બને છે. રંગબેરંગી શાકભાજીઓથી બનેલી ડીસ સામે હોય, તો સ્વભાવિક છે કે કોઇ પણનું મન ખાવા માટે લલચાય. આ ગુલાબી ગોળીના પાંદડાનું સલાડ બનાવી શકાય છે.
ગુલાબી ગોબીની સાથે લાલ અને કેસરી રંગના ગોબી પણ ધ્યાનાકર્ષક બન્યા છે. આ ગોબીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં છે. અને આપણે બધા જાણીએ જ છીએ કે વિટામિન એ હેલ્થી સ્ક્રિન માટે ખૂબ જ જરુરી છે.
આ ઉપરાંત વિટામીન એ આંખની તંદુરસ્તી, મસલ અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે પણ આ ફુલ ગુલાબી ગોળીનો સ્વાદ માણવા ઇચ્છો છો તો હજુ થોડી રાહ જોવી પડશે. કારણ કે હજુ આ શાકભાજી ભારતમાં આવ્યા નથી.