શિયાળો લગ્ન પ્રસંગ માટે એક પર્ફેક્ટ સીઝન છે. ફૂલગુલાબી ઠંડીમાં લગ્ન કરનાર અને માણનાર બન્ને માટે એ કમ્ફર્ટેબલ બની રહે છે. કોઈ પણ ચીજ હોય, એમાં સમય પ્રમાણે બદલાવ હંમેશાં આવકાર્ય હોય છે અને એ જ વાત બ્રાઇડલ મેક-અપમાં પણ સાચી છે.

હાલના સમયમાં લોકો પિન્કને લાલ કરતાં વધુ પ્રમાણમાં અપનાવતા યા છે. ઓલ્ડ રોઝ, ફુશિયા અને બેબી પિન્ક આ બધા જ શેડ બ્રાઇડલ મેક-અપમાં ખાસ જોવા મળી રહ્યા છે. કાજલ આજ-કાલ ખૂબ ટ્રેન્ડમાં છે અને શિયાળો કાજલ લગાવવા માટેનો બેસ્ટ સમય છે, કારણકે આ સીઝનમાં કાજલ પ્રસરી જવાના ચાન્સિસ નહીં જેવા હોય છે. આ સો લાઇટ કલરનો મસ્કરા આંખોને વધારે સુંદર લુક આપે છે. મેક-અપને ફક્ત ચહેરા પર ફેલાવી ન દો, પણ ખૂબ જ ધ્યાનપૂર્વક લગાવો.

આઇ-બ્રોને ડિફાઇન કરવા માટે ખૂબ ડાર્ક પેન્સિલ ન વાપરવી. આઇ-શેડોની વાત કરીએ ત્યાં ગોલ્ડ સો બ્રાઉન કે બરગન્ડી જેવા ડાર્ક શેડ મિક્સ કરી શકાય, પણ અહીં શેડોનું બ્લેન્ડિંગ ખૂબ કુશળતાપૂર્વક યું હોવું જોઈએ. પિન્ક શેડને લગાવવા માટે ડે મેક-અપ કોપર માટે કોપર કે ગોલ્ડ અને પિન્કને સો બ્લેન્ડ કરો. ઈવનિંગ મેક-અપ માટે સિલ્વર સો પિન્ક લઈ શકાય. બાકીનો મેક-અપ પિન્ક રાખતાં આંખો પર વેરિયેશન જોઈતું હોય તો ગ્રીન કે ડીપ બ્લુ જેવા શેડ પણ સારા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.