વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર તળે ઠંડા પવનો શરૂ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા
ગુજરાતમાં હવે ધીમીધારે શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન આજે સવારે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આ તરફ વાદળછાયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે.
રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણના લીધે વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને હાલાકી પડી છે. આ તરફ આજે રાજકોટમાં 19 ડિગ્રી, અમદાવાદમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરા 18.6 ડિગ્રી, ભુજમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે, કચ્છના નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થતા હવે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. ઠંડા પવન શરૂ થતા આગામી ત્રણ દિવસ 16 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળી નીકળા ગયા બાદ ઠંડા પવનો શરૂ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં જ ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ત્રણ દિવસ એટલે નવુ વર્ષ અને ભાઈબીજ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જતા રવિવાર સવારથી જ ગુજરાતમાં ઠંડીનો અનુભવ શરૂ થઈ ગયો છે. વાતાવરણમાં જે બફારો હતો તે ગાયબ થઈ ગયો છે. આગામી ત્રણદિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જેને કારણે રાતના સમયથી લઈને સવાર સુધી ઠંડી અનુભવાશે.