સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં શિયાળાનો ધીમી ગતિએ પગરવ થઇ રહ્યો છે. આજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો નલીયા સહિત ચાર શહેરોમાં લધુતમ તાપમાન ર0 ડિગ્રીથી નીચુ રહેવા પામ્યું હતું. જો કે હજી બપોરના સમયે પારો 37 થી 38 ડિગ્રીએ પહોંચી જતો હોવાના કારણે ઉનાળા જેવો આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે. આજે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. શિયાળાની અસરના કારણે હવે સુર્યોદય અને સુર્યાસ્ત વહેલો થવા માંડયો છે.
નલીયા સહિત ચાર શહેરોનું લધુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું
આજે દક્ષિણ ગુજરાતનાં વલસાડનું લધુતમ તાપમાન સૌથી ઓછું 18 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. આ ઉપરાંત કંડલા એરપોર્ટ પરનું લધુતમ તાપમાન 19 ડીગ્રી, ગાંધીનગરનું લધુતમ તાપમાન 19.4 ડિગ્રી, નલીયાનું લધુતમ તાપમાન 19.5 ડીગ્રી, કેશોદ અને પોરબંદરનું તાપમાન 20 ડિગ્રી, મહુવાનું તાપમાન 20.1 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 20.5 ડિગ્રી, ડિસાનું તાપમાન 21 ડીગ્રી, દિવનું તાપમાન 21.1 ડિગ્રી, વડોદરા અને ભાવનગરનું તાપમાન 21.4 ડીગ્રી, રાજકોટનું તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું હતું.
નવેમ્બર માસમાં શિયાળો જમાવટ નહી કરે આખો મહિનો મિશ્ર ઋણુનો અનુભવ થશે ડિસેમ્બરમાં ઠંડીનું જોર વર્તાશે.