આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારથી નજીક પિંગલેશ્ર્વરની ભૌગોલીક રીતે સ્મગલર્સો માટે ઉપયોગી બન્યો
અબડાસાના છછી, મોટી સિંધોરી, સિરક્રીક અને હરામીનાળા વિસ્તારના સ્થાનિકોની મદદથી ડ્રગ્સ ઘુસાડવામાં આવતો હોવાનો ઘટ્ટસ્ફોટ
ડ્રગ્સ માફિયાઓએ દાણચોરી માટે નવુ ધાર્મિક સ્થળ શોધી કાઢયું
કચ્છના પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદી વિસ્તાર હોવાથી અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. અને દેશની સુરક્ષા માટે સતત સર્તક બનીને જવાનો બંદોબસ્ત જાળવી રહ્યા છે. કચ્છના અબડાસા-નલીયા પટ્ટો સૌથી વધુ સંવેદનશીલ ગણીને દેશની તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા બાજ નજર રાખવામાં આવતી હોય છે તેમ છતાં દેશદ્રોહીઓ અને ડ્રગ્સ માફિયાઓ આ વિસ્તારમાં ડ્રગ્સ ઘુસાડી દેતા હોવાનું એટીએસની તપાસમાં ઘટ્ટસ્ફોટ થયો છે. કચ્છના પિંગલેશ્વરના દરિયા કિનારે ડ્રગ્સ લેન્ડ કરી છેક દિલ્હી સુધી પહોચતું કરાયું હોવાનું બહાર આવતા તંત્ર ચોકી ઉઠયું છે.
દાણચોરો અગાઉ હાજી પીર ખાતેથી દાણચોરી કરતા હોવાથી સુરક્ષા જવાનોએ ચેકીંગ વ્યવસ્થા સઘન બનાવી દેતા દાણચોરોએ છેલ્લા કેટલકા સમયથી જખૌ નજીક અને પાકિસ્તાનના કરાચીથી તદન નજીક આવેલા પિંગલેશ્ર્વરનો દરિયાઇ માર્ગ શોધી કાઢી ત્યાં દાણચોરીથી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
અબડાસા-નલીયા પટ્ટા પર આવેલા પિંગલેશ્ર્વર, છછી, સિરક્રીક, કોરીગ્રીક અને હરામીનાળા સહિતના વિસ્તારના કેટલાક સ્થાનિક શખ્સોને આર્થિક પ્રલોભન આપી તેની મદદથી પાકિસ્તાન કરોડોની કિંમતના ડ્રગ્સ ઘુસડી દેતા હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. પાકિસ્તાન દાણચોરોએ ભારતમાં ઘુસવા માટે નવી લેન્ડિગ પોઇન્ટ શોધી કાઢયઓ છે. જખૌથી નજીક દરિયા કિનારાના પ્રમાણમાં એકદમ અલગ પિંગલેશ્વર ખાતે એટીએસ દ્વારા કરાવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, પાંચ કિલો ડ્રગ્સ લેન્ડિગ કરવામાં આવ્યું હતું તેમ આઇબીના ટોચના અધિકારીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
પાકિસ્તાન ડ્રગ્સ માફિયા દ્વારા ૧૯ માર્ચના રોજ પિંગલેશ્વર દરિયા કિનારે લેન્ડિગ કરાયેલા ૨૪ કરોડની કિંમતના ડ્રગ્સને છેક દિલ્હી સુધી પહોચતું કરાયું હતું તેમાં કેટલાક સ્થાનિક શખ્સોની સંડોવણી પણ બહાર આવી છે. જેઓએ આર્થિક લાલચના કારણે દેશદ્રોહીઓ અને ડ્રગ્સ માફિયાઓને મદદ કરી હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે.
આઇબીના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ તબીબી વિઝા પર અફઘાનના હાજી નામનો શખ્સે પ્રતિબંધીત ગણાતા પિંગલેશ્ર્વર ખાતે રૂ.૨૪ કરોડના ડ્રગ્સનું લેન્ડિગ કર્યુ હતું. અને ડ્રગ્સના નાના નાના પેકેટ પણ પિગલેશ્ર્વર ખાતે જ તૈયાર કરી દિલ્હીના પહરગંજ ખાતે રહેતા કેરળના મહંમદ અબ્દુલ સલામ નામના શખ્સને પહોચતું કરાયું હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે.
દિલ્હીના અબ્દુલ કુની સાથે અફઘાનના અન્ય શખ્સ નિયમાતખાન સાથે હોવાનું પણ બહાર આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓએ તાજેતરમાં જ પોરબંદર નજીકના દરિયા કિનારે ૧૦૦ કિલો ડ્રગ્સનું લેન્ડિગનો પ્રયાસ દરમિયાન ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં ડ્રગ્સ માફિયાઓએ કચ્છના જખૌ પાસેના પિંગલેશ્વર ખાતેના પ્રતિબંધિત વિસ્તારમાં પણ ડ્રગ્સનું લેન્ડિગ કર્યાનું બહાર આવતા એટીએસની એક ટીમ કચ્છના પિંગલેશ્વર ખાતે ધામા નાખી સઘન તપાસ હાથધરી છે. જ્યારે એક ટીમ દિલ્હી ખાતે દોડી ગઇ છે. અને ડ્રગ્સ અંગેની ઝીંણવટભરી તપાસ હાથધરી છે. તેમજ ક્ચ્છ પોલીસને પિંગલેશ્ર્વર અને જખૌ દરિયાઇ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરવા એટીએસ દ્વારા સુચના આપવામાં આવી છે. દાણચોરો ભવિષ્યમાં આ વિસ્તારમાં વિસ્ફોટક સામગ્રીન અને ઘાતક હથિયારનું પણ લેન્ડિગ કરી શકે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.