સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવા માટે કહેવાય છે કે શરીરમાં દરેક રંગના ફળો-શાકભાજી જવા જોઇએ. દરેક ફળોમાં શારીરિક સ્વાસ્થ્ય પુરુ પાડવાની વિશેષતા રહેલી છે. તેવી જ રીતે સ્ટેટસ પણ રહેલું છે.
જી હાં… કારણ કે દરેક ફુટ પ્રત્યેક વર્ગના લોકો આરોગે એ શકય નથી હોતું, આવું જ એક ફળ છે. ‘અનાનસ’ જે શરીરની ઇમ્યુનીટી વધારે છે. આ એક એવું ફળ છે જેની ગણના ચેરી, ડ્રેગન, કિવીની જેમ ‘રીચ ’ ફુટમાં થાય છે.
અનાનસ આપણા સ્વાસ્થ્ય માટે બેહદ ગુણકારી છે. તેનું જયુસ પીવાથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદાઓ મળે છે. એ સાથે અનાનસ પોતાની મીઠાશ અને સ્વાદથી લોકોનું પ્રિય ફળ છે. તબીબો પણ કેટલાંક રોગોમાં ઇલાજ તરીકે અનાનસ ખાવાની સલાહ આપે છે.
અનાનસ શરીરમાં ઇમ્યુનીટી વધારે છે. તેના સેવનથી પેટ સંબંધીત રોગ દૂર થાય છે. એ સિવાય વજન ઘટાડવા માટે પણ અનાનસની મુખ્ય ભુમિકા છે.
અનાનસમાંથી વધુ પ્રમાણમાં વિટામીન-સી મળી આવે છે પાચન ક્રિયાને પણ અનાનસ સુદ્રઢ બનાવે છે. ચાલો આજે અનાનસથી મળતા ફાયદાઓ વિશે.
અનાનસથી મળતા ફાયદાઓ
- અનાનસનું જયુશ પીવાથી હાડકા મજબૂત બને છે.
- અનાનસથી શરીરની રોગ પ્રતિકારક શકિત વધે છે.
- અનાનસમાં એન્ટી કેન્સર એજન્ટ હોય છે જેથી અનાનસનું જયુસ પીવાથી કેન્સરનો ખતરો નહીં બરાબર રહે છે.
- અનાનસમાંથી બ્રોમલિન મળી આવે છે. આ એક એવું એન્ઝાઇમ છે જે સાંધાનો દુ:ખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.
- નાનસમાઁ ફાસબર, મેગ્નેશિયમ, બીટા કૈરોટીન અને થાઇમીન જેવા ગુણકારી તત્વો રહેલા છે જે હ્રદય માટે ફાયદેમંદ છે.