શુક્રવારે પૂ.માણેકચંદ્રજી મ.સા.ની ૯૬મી પુણ્ય સ્મૃતિનો અવસર ઉજવાશે

રાજકોટ નગરીમાં એક સુવર્ણ ઈતિહાસ આલેખિત કરી જનારું ભવ્યાતિભવ્ય સમૂહ ચાતુર્માસ પરિપૂર્ણ કરીને જિનશાસનને ગરિમા બક્ષનારા અદભૂત દીક્ષા મહોત્સવમાં બે આત્માઓને કલ્યાણના દાન આપ્યા બાદ દીક્ષા દનેશ્વરી રાષ્ટ્રસંતપૂજય નમ્રમુનિ મહારાજ સાહેબ જેતપુરની ધરા પર મંગલ પધરામણી કરી રહ્યાં છે ત્યારે સર્વત્રઅનેરા આનંદ અને ઉત્સાહ પ્રસરી રહ્યાં છે.

ગોંડલ સંપ્રદાયના પ્રગટ પ્રભાવીત પસ્વી ગુરુદેવ પૂજ્ય માણેકચંદ્રજી મહારાજ સાહેબની આગામી માગસર સુદ પૂનમના દિવસે ૨૧/૧૨/૨૦૧૮ના ૯૬મી પુણ્યસ્મૃતિ નિમિત્તે જેતપુરના સનકવાસી જૈનસંઘના આંગણે રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ અને વિરલપ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઈ મહાસતીજી આદિના સાંનિધ્યે તપસ્વી ગુરુદેવ સ્મૃતિ અવસરનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૧/૧૨/૨૦૧૮ના રોજ રાષ્ટ્રસંત પૂજ્યના સાંનિધ્યે ઉપકારી ગુરૂ ભગવંતની સ્મૃતિઓને વાગોળીને એમનાં ગુણ ગુણાંજન સો શ્રધ્ધા ભક્તિભાવી ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે.

આ અવસરે પૂજનીય સંત સતીજીઓ સો શ્રીસંઘ શ્રેષ્ઠિવર્યો, ગોંડલ, રાજકોટ, ધારી, વેરાવળ આદિ અનેક અનેક ક્ષેત્રોના ભાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્તિ રહીને ગોંડલ ગચ્છના પરમ ઉપકારી આધ્ય ગુરૂવરને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને ધન્ય બનશે.

સમગ કાર્યક્રમ ૨૧/૧૨/૨૦૧૮, સવારનાં ૦૯.૦૦ કલાકે, તપસ્વીજીની ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવદીક્ષિતા પૂજ્ય સ્વમિત્રાજી મહાસતીજીએ ૪ દિવસ પગપાળા વિહાર કરીને ૭૦ કી.મી.નુંઅંતર કાપી જૈન શાસનની ગરિમા વધારેલ છે. રાજકોટી રઘુવીર કોટન જીનીંગમાંપધારતાં રમેશભાઈ, કિશોરભાઈ, કિરિટભાઈ વગેરેએખૂબ ભક્તિભાવે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને સાધ્વીવૃંદનું સ્વાગતકરેલ.ગોંડલ સંપ્રદાયના નવદીક્ષિતા સાધ્વીરત્ના ગોંડલ પધારતાં સ્વાગત યાત્રામાં જયકારના નાદ સાથે વિશાળ સમુદાય જોડાયેલ. દાદાગુરુ દેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબના ગાદીના ઉપાશ્રયે પધારતાં ઉપકારી ગુરુવર્યના ઉપકારભાવસો ભાવવંદના કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.