ગહેલોત સરકારને ક્રેશ કરશે પાયલોટ?
વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પૂર્વે કોંગ્રેસમાં ગહેલોત અને પાયલોટ સામસામે: ભાજપ શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર સામે કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ
રાજસ્થાનમાં પાયલોટ જાણે ગહેલોત સરકારને ક્રેશ કરવાની તૈયારીમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ગહેલોતની સરકાર પ્રજાના પ્રશ્ને ગહેલોત નિષ્ફળ જતા સચિન પાયલોટ કાલે આમરણાંત ઉપવાસ કરવાના છે. આમ રાજસ્થાનમાં કોંગ્રેસમાં પડેલા તડાથી રાજકારણ ગરમાયુ છે.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી આવવાની તૈયારી છે. તેવામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટે મુખ્યપ્રધાન અશોક ગેહલોત સામે નવો મોરચો ખોલ્યો છે. પાયલોટ રાજ્યમાં ભાજપ શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાની માગ સાથે એક દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી. આ સાથે રાજ્યમાં ફરી એક વખત કોંગ્રસના પાયલોટ અને ગેહલોત જૂથ વચ્ચે સત્તાની ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. બીજી તરફ કેન્દ્રીય નેતૃત્ત્વ સામે પણ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી અગાઉ આ મુદ્દો ઉકેલવા દબાણ વધી ગયું છે.
પાયલોટે જણાવ્યું હતું કે અગાઉની વસુંધરા રાજે સરકાર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે વર્તમાન ગેહલોત સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે અમે વિરોધ પક્ષમાં હતાં ત્યારે અમે 45000 કરોડ રૂપિયાના ખનીજ કૌભાંડમાં કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. આ સાથે જ તેમણે મંગળવારે એક દિવસ માટે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે હવે ચૂંટણીને માત્ર છ થી સાત મહિના રહી ગયા છે ત્યારે વિરોધીઓ એવો ભ્રમ ફેલાવી શકે છે કે કંઇક મિલીભગત છે. તેથી તાત્કાલિક કાર્યવાહી થવી જોઇએ કારણકે કોંગ્રેસના કાર્યકતાઓ માને છે કે આપણા શબ્દો અને કાર્યવાહીમાં પણ કોઇ તફાવત નથી. તેઓએ કહ્યું કે ગહેલોત સરકાર રાજ્યમાં એક્સાઇઝ, ખાણકામ અને જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.
પાયલોટ સૈની સમુદાયની વોટ બેન્ક મજબૂત કરવાની તૈયારીમાં
પાયલોટે જણાવ્યું હતું કે કે 11 એપ્રિલે શહીદ સ્મારક પર એક દિવસના ઉપવાસ કરશે. ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલે મહાત્મ જ્યોતિબા ફૂલેની જન્મ શતાબ્દી છે. તે સૈની સમુદાય સાથે સંબધ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ગેહલોત પણ આ સમુદાયના છે. ડિસેમ્બર, 2018માં જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાઇ ત્યારથી ગેહલોત અને પાયલોટ વચ્ચે મુખ્યપ્રધાન પદ માટે ખેંચતાણ ચાલી રહી છે.