શૈક્ષણિક સંસ્થાઓ ભારતના વર્તમાનને મજબુત બનાવનાર વિદ્યાર્થીઓનાં માનવીય મૂલ્યો, શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતીની ગંગોત્રી છે
સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-ઉપલેટા સંચાલીત રમણીકભાઈ ધામી શૈક્ષણીક સંકુલના આંગણે ટ્રસ્ટની વિવિધ શાળાઓના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતીક કાર્યક્રમ કલરવ ૨૦૧૯નું કાલે ભવ્ય આયોજન કરાયું છે.
ઉપલેટા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલીત રમણીકભાઈ ધામી શૈક્ષણીક સંકુલ દ્વારા કાલે સાંજે ૮ થી રાત્રે ૧૧ વાગ્યા દરમિયાન કૃષ્ણ ઓઈલમીલના મેદાનમાં ટ્રસ્ટ સંચાલીત વિવિધ શાળાઓનાં બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશેસરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કમલનયન સોજીત્રા તથા ટ્રસ્ટી મંડળના સભ્યોએ જણાવ્યું હતુ કે, વેકેશનમાં શાળાના છાત્રોની પ્રતિભા ખીલે તે હેતુથી યોજવામાં આવનાર આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને આત્મિય યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ત્યાગવલ્લભ સ્વામી તેમજ અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતી ડો. નિતીનભાઈ પેથાણી તથા હવા મહેલ ગોંડલના કુમાર જયોતિમયસિંહજી ઉપસ્થિત રહેશે જયારે કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર અને આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવરાજભાઈ ગઢવી કરશે.ઉપલેટામાં રમણીકભાઈ ધામી શૈક્ષણીક સંકુલમાં ૫૮૦૦ ચો.વાર જમીન ઉપર ૩૫૦૦૦ ચો.ફૂટ બાંધકામ છે. સ્કુલમાં ૬,૦૦૦ ફૂટનો પ્રાર્થના હોલ, ૧૨૫૦ ચો.ફૂટની હાઈટેક કોમ્પ્યુટર લેબ, ૮૦૦ ચો.ફૂટની લેબોરેટરી તેમજ ૬૦૦ ચો.ફૂટના ૨૦ કલાસરૂમ છે. શાળામાં સીસીટીવી કેમેરા તથા કલાસરૂમમાં સ્પીકરની સુવિધા છે. શાળામાં આર.ઓ.સિસ્ટમ ઉપરાંત રમત ગમતના વિશાળ મેદાન અને પાર્કિંગની પણ વ્યવસ્થા છે.
આ શાળા રાજયમાં પણ પ્રથમ નંબરનો આઈ.સી.ટી. એવોર્ડ પણ મેળવી ચૂકી છે. અને માધ્યમિક શાળામાં સૌ પ્રથમ વખત કોમ્પ્યુટર વિષયની તેમજ એન.સી.સી.ની શરૂઆત પણ આ શાળાએ કરી હતી વર્ષ ૨૦૧૮માં કબડ્ડી સ્પર્ધામાં પણ આ શાળાની ટીમ રાજય કક્ષાએ પ્રથમ સ્થાને રહી હતી.